Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રોડ પરના ખાડા નાગરિકો માટે જોખમી:અમદાવાદ પોલીસ બાદ હાઈકોર્ટે મનપાનો પણ કાન આમળ્યો

 

અમદાવાદ :તાજેતરમાં હાઇકોર્ટે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ પોલીસને ફટકારી હતી. પરંતુ કેટલાક સમયથી પોલીસે ટ્રાફિકને લઈ જે કામગીરી કરી છે. તેની હાઈકોર્ટે આજે સુનાવણી દરમિયાન પ્રસંશા કરી હતી. પરંતુ હાઈકોર્ટે રસ્તામાં પડેલી ખાડાને લઈને અમદાવાદ મનપાને આડાહાથે લીધી હતી. હાઈકોર્ટે મનપાને ટકોર કરતા કહ્યુ કે, રસ્તા પર પડતા ભૂવાઓ નાગરિકો માટે જોખમી છે.

(11:30 pm IST)