Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આઈટી ખાતાની ગુજરાતના નવ ડિફોલ્ટરોની યાદી જાહેર

આઇટી વિભાગના પગલાંથી ડિફોલ્ટરોમાં ફફડાટઃ નવ ડિફોલ્ટરમાં અમદાવાદ શહેરના પાંચ ડિફોલ્ટરો પણ સામેલ : સુરત અને વડોદરાના ડિફોલ્ટરોના નામ યાદીમાં

અમદાવાદ, તા.૨૩: આવકવેરા વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં નવ મોટા અને નાદાર  ડિફોલ્ટરની યાદી જાહેર કરવામાં આવી છે. આયકર વિભાગે ૨૦૧૭-૧૮નાં ગુજરાતનાં ૯ ડિફોલ્ટરનાં નામો જાહેર કર્યા છે. જેમાંથી ૧ ડિફોલ્ટરે રૂ.૨ કરોડ રૂપિયાનો ટેક્સ પણ જમા કરાવ્યો હતો. જ્યારે ૮ ડિફોલ્ટરો પાસેથી ૧૫૪ કરોડ ૫૯ લાખ રૂપિયાથી વધુની રકમ વસૂલવાની બાકી નીકળે છે. નવ ડિફોલ્ટરોમાં અમદાવાદના પાંચ ડિફોલ્ટરોનો પણ સમાવેશ થાય છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલી આ યાદીમાં અમદાવાદ, સુરત અને વડોદરાનાં વેપારીઓનાં નામો સામે આવતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. જેમાં સુરતનાં જે.એન.સ્ટીલ ૮ કરોડ રૂપિયાનાં ડિફોલ્ટર છે. અમદાવાદનાં ટ્રીપેક્ષ ઓવરસિસ લિમિટેડ રૂ.૨૨ કરોડ ૬૪ લાખનાં ડિફોલ્ટર છે. સીયારામ ટયૂબ પ્રાઈવેટ લિમિટેડ રૂ.૨૭ કરોડ ૩૮ લાખ રૂપિયાનાં ડિફોલ્ટર, અમદાવાદનાં એસવાયપી એગ્રો ફુડ પ્રાઈવેટ લિમિટેડ રૂ.૧૧ કરોડ ૨૨ લાખનાં ડિફોલ્ટર છે. તો અમદાવાદનાં જ સૌમ્યા જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડ રૂ.૨૯ કરોડ ૯૦ લાખનાં ડિફોલ્ટર છે. અમદાવાદનાં શુકન કન્સટ્રક્શન રૂ.૩૨ કરોડ ૭૧ લાખ રૂપિયાનાં ડિફોલ્ટર છે. આ ઉપરાંત વડોદરાનાં રિદ્ધિ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રોપર્ટી પ્રાઈવેટ લિમિટેડ ૧૦ કરોડ ૩૨ લાખ રૂપિયાનાં ડિફોલ્ટર છે. આવકવેરા વિભાગ દ્વારા રાજયના મોટા ડિફોલ્ટરોની યાદી અને નામો જાહેર કરાયા બાદ ખાસ કરીને વેપારીઆલમમાં ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં જબરદસ્ત ચકચાર મચી જવા પામી છે. બીજીબાજુ, આવકવેરા વિભાગના આ પગલાને લઇ ડિફોલ્ટર તત્વોમાં જોરદાર ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે.

ગુજરાતના ડિફોલ્ટરો...

શહેર

કંપની

કેટલા રૂપિયા બાકી?

સુરત

જે.એન.સ્ટીલ

૮ કરોડ

અમદાવાદ

ટ્રીપેક્ષ ઓવરસિસ લિ.

૨૨ કરોડ ૬૪ લાખ

અમદાવાદ

સીયારામ ટયૂબ પ્રા.લિ.

૨૭ કરોડ ૩૮ લાખ

અમદાવાદ

એસવાયપી એગ્રો ફુડ પ્રા.લિ.

૧૧ કરોડ ૨૨ લાખ

અમદાવાદ

સૌમ્યા જ્વેલર્સ પ્રા.લિ.

૨૯ કરોડ ૯૦ લાખ

અમદાવાદ

શુકન કન્સ્ટ્રક્શન

૩૨ કરોડ ૭૧ લાખ

વડોદરા

રિદ્ધિ ઈન્વેસ્ટમેન્ટ પ્રા.લિ.

૧૦ કરોડ ૩૨ લાખ

 

(10:29 pm IST)