Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વાઘાણીના નેતૃત્વમાં આજે કમલમમાં મિટિંગ યોજાશે

અમદાવાદ,તા.૨૩: પ્રદેશ ભાજપા મીડીયા સેલની યાદી જણાવે છે કે, આવતીકાલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક રાખવામાં આવેલ છે. જે ભોજન બાદ બપોરે ૨.૦૦ કલાકે શરૂ થશે અને સાંજ સુધી ચાલશે. આ પ્રદેશ બેઠકમાં અત્યાર સુધી થયેલી કામગીરી તથા કાર્યક્રમોની સમીક્ષા, આગામી કાર્યક્રમો બાબતે ચર્ચા-વિચારણા તેમજ સંગઠનાત્મક બાબતો વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રદેશ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારઓ, મોરચાના પ્રદેશ પ્રમુખઓ તેમજ જીલ્લા/મહાનગરના પ્રભારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક અગાઉ સવારે ૧૧.૦૦ કલાકે પ્રદેશના મુખ્ય આગેવાનોની બેઠક યોજાશે.

(10:28 pm IST)