Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમદાવાદ જિલ્લાના ગામોમાં આખો મહિનો સ્વચ્છતા સર્વેક્ષણ :સારી કામગીરી માટે ગામોની કરાશે સન્માન

અમદાવાદ જિલ્લાના ગામોમાં આગામી તા. ૧ થી ૩૧ ઓગષ્ટ આખો મહિનો સ્વચ્છત સર્વેક્ષણ કરવામાં આવનાર છે. ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર ગામોને રાજ્ય અને દેશ સ્તર પર ૨ જી ઓક્ટોબરે સન્માન કરવામાં આવશે.

  ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલએજન્સી દ્વારા રેન્ડમલી અમદાવાદ જિલ્લાના ગામોનું સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવશે. આ એજન્સીની ટીમ દ્વારા શાળા,આંગણવાડી, હાટ- બજાર, ધાર્મિક સ્થળે સફાઇ ચેક કરવામાં આવશે.

  આ ઉપરાંત આ ટીમ દ્વારા ભરાયેલા ખાબોચિયા,જાહેર સ્થળે વેરાયેલો કચરો, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, ઘનકચરાના નિકાલની વ્યવસ્થા વગેરે માપદંડોની પણ ચકાસણી કરવામાં આવશે.નાગરિકોના પ્રતિભાવ, સ્વચ્છતામાં કરેલ પ્રગતિ અને સ્થળ પર કરેલા નીરિક્ષણને આધારે સ્વચ્છતા અંગેના ગુણ આપવામાં આવશે તેમ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અમદાવાદની યાદીમાં જણાવ્યું છે

(8:18 pm IST)