Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વડનગરમાં રાંધણગેસ લીકેજ થતા ભભૂકેલાં આગમાં 6ને ઇજા

વડનગર:અમરથોળ દરવાજા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રવિવારે સવારના સુમારે રાંધણગેસનો બાટલો લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે અફડા તફડીનો માહોલ છવાઈ ગયો હતો. સર્જાયેલી દુર્ઘટનામાં દાઝી જતાં એક જ પરિવારના છ વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. વડનગરમાં પ્રાથમિક સારવાર બાદ ઈજાગ્રસ્તોને મહેસાણા ખાતે લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વડનગર નગરપાલિકા કોર્પોરેટર અને લાઈટ સમિતિના ચેરમેન કનુભાઈ રબારી અમરથોળ દરવાજા વિસ્તારમાં આવેલા રબારીવાસમાં પરિવાર સાથે રહે છે. રવિવારે સવારે ૯ઃ૩૦ કલાકના સુમારે કનુભાઈના ઘરના રસોડામાં એકાએક રાંધણગેસના બાટલામાં લીકેજ થયું હતું અને જોતજોતામાં આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે પરિવારજનોમાંદોડધામ મચી જતાં ફેલાયેલી આગમાં ત્રણ બાળકો સહિત ૬ વ્યક્તિઓ દાઝી હતી. રબારીવાસમાં આવેલા મકાનમાં રાંધણગેસના બાટલામાં લીકેજ થયા બાદ લાગેલી આગની ઘટનાને પગલે આસપાસના રહીશો એકત્રિત થઈ ગયા હતા અને રાહત બચાવની કામગીરી આરંભી હતી.

 

 

(4:46 pm IST)