Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

બાતમીના આધારે માંડવી વન વિભાગની ટીમે લાકડા ભરેલ વનને ઝડપી પાડી

માંડવી:વનવિભાગની ટીમે બાતમી આધારે ફેદરીયા ચોકડી પાસે અને રૃપણગામ પાસે વોચ ગોઠવતા સાગી લાકડા ભરેલી પીકઅપનો ચાલક વનવિભાગની ટીમને જોતાં ગાડી રોડ પર મુકી શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો. વનવિભાગની ટીમ માંડવીથી ઝંખવાવ જતા રોડ પર ફેદરીયા ચોકડી ખાતે નાકાબંધી કરી ઉભી હતી ત્યારે બડતલથી અંધાત્રી જતા રોડ પર પીકઅપ વાન  (નં. જીજે-૭-યુયુ- ૨૭૩૦) પૂરઝડપે આવતાં આરએફઓ વિક્રમસિંહ સુરમાએ સ્ટાફ સાથે પીકઅપને ઉભી રખાવવા કોશિષ કરતા પીકઅપ ચાલકે પૂરઝડપે હંકારીને આગળ રોડની સાઇડે પીકઅપ મુકી શેરડીના ખેતરમાં ભાગી ગયા હતા. પીકઅપ વાનમાં હાથ ઘડાઇના સાગી લાકડા નંગ- ૩૦ જે કુલ ૨.૦૧૯ ઘનમીટર કિંમત રૃ. ૨.૧૦ લાખનો જથ્થો મળી આવતાં રૃ. ૧.૨૫ લાખની પીકઅપ સાથે કુલ રૃ. ૩.૩૫ લાખનો મુદ્દામાલ ખેડપુર ડેપો ખાતે સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(4:45 pm IST)