Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગાંધીનગર નજીક કારમાંથી પોલીસે 2.95 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:શહેર અને જિલ્લામાં દેશી વિદેશી દારૃનો હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે અડાલજ પોલીસને પેથાપુરથી એપોલો સર્કલ થઈ એક વિદેશી દારૃ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી મળી હતી. જેથી ભાટ પાસેથી આ કારને ઝડપી લેવાઈ હતી જેમાંથી ૨૭૦ વિદેશી દારૃની બોટલ અને ૬૮ બિયરના ટીન મળી ર.૯૫ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
રાજયમાં આમ તો દારૃબંધી છે પરંતુ બુટલેગરો બોર્ડર ઉપરથી દારૃ ઘુસાડયા બાદ આંતરિક માર્ગો ઉપરથી જે તે વિસ્તારમાં દારૃનો જથ્થો ઠાલવતાં હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા જિલ્લામાં પ્રોહીબીશનની બદીને નાબુદ કરવા માટે અને દારૃ ભરેલા વાહનોની હેરાફેરી અટકાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે ત્યારે અડાલજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.જી.એનુરકાર તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા
તે દરમ્યાન હે.કો. કૈવલસિંહને બાતમી મળી હતી કે સ્કોડા કાર નં.જીજે-૧૮-એસી-પ૩૪૦માં વિદેશી દારૃનો મોટો જથ્થો પેથાપુરથી એપોલો સર્કલ થઈ અમદાવાદ જવાનો છે જે બાતમીના આધારે ભાટ કોટેશ્વર રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કારને ઝડપી પાડી તેમાં સવાર અનિલ રાજેન્દ્રકુમાર પંડયા રહે.નરોડા અને અંકેશ રાજુભાઈ પરમાર રહે.કુબેરનગરને ઝડપી લીધા હતા. કારમાંથી વિદેશી દારૃની ર૭૦ બોટલ તેમજ ૬૮ બિયરના ટીન મળી ર.૯૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ આ દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે જાણવા માટે દોડધામ શરૃ કરી છે.

(4:41 pm IST)