Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

કલોલમાં છત્રાલની જીઆઇડીસી નજીક ગોડાઉનમાંથી 48 લાખના મુદ્દામાલની ચોરી થતા અરેરાટી

કલોલ:તાલુકામાં આવેલા છત્રાલ જીઆઈડીસીની કંપનીમાં ત્રાટકેલા તસ્કરો ગોડાઉનમાંથી મેડીસીન પાવડરના ડ્રમની ચોરી કરી ગયા હતા. ૪૮ લાખ રૃપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થતાં ચકચાર મચી છે અને આ સંદર્ભે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આટલા મોટા પ્રમાણમાં ચોરીની ઘટનાને પગલે પોલીસે તપાસ શરૃ કરી છે તસ્કરો વાહન લઈને આવ્યા હોવાની સાથે આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૃ કરવામાં આવી છે. કંપનીના સિક્યોરીટી કર્મચારીઓની સાથે આસપાસના સિક્યોરીટી ગાર્ડની પણ પુછપરછ શરૃ કરવામાં આવી છે.
છત્રાલ પોલીસ ચોરીની નજીકમાં જ આવેલા એક કંપનીના ગોડાઉનમાંથી તસ્કરો લાખો રૃપિયાનો મુદ્દામાલ ચોરી જતાં ચકચાર મચી ગઈ છે. છત્રાલમાં આવેલી ટીસીઆઈ એક્સપ્રેસ કંપની વિવિધ કંપનીઓના માલનું ટ્રાન્સપોર્ટેશન કરે છે. ત્યારે ગત તા.૧૦ જુનના રોજ કંપની મેનેજર અને સુપરવાઈઝર કંપનીનું ગોડાઉન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારે ૧૧ જુલાઈની સવારે તેમણે આવીને જોયું તો ગોડાઉનનું શટર તુટેલું હતું અંદરજોઈને તપાસ કરતા માલુમ પડયું હતું કે મેડીસીન પાવડરના ડ્રમ ગાયબ છે. રૃા.૪૮,૦પ,૯૩૧ની કિંમતના મેડીસીન પાવરના કુલ આઠ ડ્રમની તસ્કરો ચોરી કરી ગયા હતા. આ પાવડરની દવાની કંપનીમાં ડીલીવરી કરવાની બાકી હતી.

(4:40 pm IST)