Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મહેમદાવાદમાં અકસ્માતના જુદા-જુદા બે બનાવમાં ત્રણને ગંભીર ઇજા

મહેમદાવાદ:ના મહુધા રોડ, સિહુંજ ચોકડી તેમજ ભઈજીપુરા નજીક સર્જાયેલા અકસ્માતોમાં ત્રણ જણાંને ઈજા થઈ હતી. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહેમદાવાદ તાલુકાના હલધરવાસમાં રહેતા વસંતભાઈ રાકેશભાઈ ખાંટ ગત તા.૧૯ જુલાઇના રોજ પાસીંગ કર્યા વગર નવા મોટર સાયકલ ઉપર સંબંધીને બેસાડીને મહુધા રોડ પરથી જઈ રહ્યા હતા. દરમિયાન સિંહુજ ચોકડી નજીક પાસીંગ વગરની લોડીંગ ટેમ્પી મોટર સાયકલ સાથે અથડાવતા બાઈક ચાલક વસંતભાઈ તેમજ તેમના સંબંધીને ઈજા થઈ હતી. બનાવ અંગે વસંતભાઈ રાકેશભાઈ ખાંટની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
અકસ્માતનો બીજો બનાવ નડિયાદ- મહેમદાવાદ રોડ પર સર્જાયો હતો. જેમાં પ્રતાપભાઈ ભલાભાઈ સોઢા પરમાર ગત તા. ૧૯ જુલાઇના રોજ મોટર સાયકલ નં. જીજે-૦૭ બીઈ-૨૧૯૦ લઈ જે હાઈવે પરથી જઈ રહ્યા ત્યારે સ્વીફ્ટ ગાડી નં. જીજે -૦૭ ડીએ-૨૧૦ના ચાલકે અચાનક ગાડીનો દરવાજો ખોલતા પાછળથી આવતુ મોટર સાયકલ ગાડીના દરવાજા સામે અથડાતા બાઈક ચાલક પ્રતાપભાઈ સોઢા પરમારને ઈજા થઈ હતી. બનાવ અંગે પ્રતાપભાઈ સોઢા પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:37 pm IST)
  • એસીબીનો સપાટો :જુનાગઢ, ગૌચર સુધારણા યોજનામાં ભ્રષ્ટ્રાચાર મામલે ગુનો દાખલ: સરપંચ, તલાટી સહિત 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો: ભાવનગર ACB ને સોંપાઈ તપાસ access_time 7:58 pm IST

  • મધ્યપ્રદેશમાં બાળક ચોરીની શંકામાં મહિલાનો જીવ લેવાયો : મહિલા માનસીક વિકલાંગ હોવાનો પોલીસનો દાવોઃ વોટ્સએપ પર મહિલાને બાળક ચોર ગણાવતો મેસેજ થયો હતો વાયરલઃ ટોળાએ ઢોર માર મારતા મહિલાનું મોત access_time 3:52 pm IST

  • રાજકોટમાં માલગાડીની ઠોકરે વૃઘ્ધનું કરૂણમોત : સાંજે રેલનગર અન્ડરબ્રીજના છેડે સાઈબાબા સોસાયટી પાસે માલગાડીની અડફેટે વૃદ્ધનુ મોત : પોલીસ ઘટના સ્થળે પહોંચી : પંચનામા સહિતની કાર્યવાહીની તજવીજ access_time 7:12 pm IST