Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

નડિયાદ તાલુકાના સોડપુરમાં પત્નીને શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસુ વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: તાલુકાના સોડપુરમાં રહેતી આર્મીના જવાનની પત્નીને શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસુ સામે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ નડિયાદ તાલુકાના સોડપુરમાં રહેતા નટુભાઈ મગનભાઈ ઝાલાના લગ્ન રેખાબેન સાથે થયા હતા. આ લગ્નજીવન દરમ્યાન એક દીકરો થયો હતો. નટુભાઈ ઝાલા જમ્મુ કાશ્મીરમાં આર્મીમાં નોકરી કરતા હોઈ પત્ની રેખાબેન તેેમની સાસુ સવિતાબેન સાથે સાસરીમાં રહે છે. ગઈકાલે સવારે રેખાબેન પોતાના ઘરે ટાંકીમાં પાણી ભરતી હતી ત્યારે સાસુ સવિતાબેને ટાંકીનું પાણી ઢોળી નાખી પાણી ભરવું હોય તો તારા પિયરમાંથી ટાંકી લઈ આવ તેમ કહી ગમે તેમ ગોળો બોલવા લાગ્યા હતા. એટલું જ નહીં સવિતાબેન પુત્રવધુને સારી રીતે રાખતા ન હોઈ તેમજ ખાવાનું ન આપી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. 
આ બનાવ અંગે રેખાબેન નટુભાઈ ઝાલાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે સવિતાબેન મગનભાઈ ઝાલા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:36 pm IST)