Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

એલસીબી ખેડા પોલીસે સેવાલિયા નજીક જૂની માલવણમાં જુગાર રમતા 7 શકુનિઓને 1.60 લાખની રોકડ સાથે ઝડપ્યા

ખેડા:એલસીબી ખેડા પોલીસે સેવાલિયા નજીક આવેલ જૂની માલવણમાં જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, ઈકો ગાડી, મોબાઈલ નં. ૮, રોકડ મળી કુલ રૂ. ૫,૧૯,૬૫૦ નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
એલસીબી ખેડા પોલીસે સેવાલિયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે જૂની માલવણમાં રહેતા ધીરુભાઈ મોહનભાઈ પટેલના મકાનમાં સેવાલિયામાં કમલકુમાર રમેશભાઈ પટેલ (રે. ટીંબા રોડ) જુગારનો અખાડો ચલાવી તીન પત્તીનો જુગાર રમાડે છે. જેથી પોલીસે રેઈડ કરતા જુગાર રમતા સાત ઈસમો ઝડપાયા હતા. જેમાં કમલકુમાર રમેશભાઈ પટેલ, ધીરૂ મોહનભાઈ પટેલ, ઈનામત અલી ઉર્ફે ઈકરમ અમરઅલી સૈયદ (રે. ભાલેજ) મહેતાબખાન ખીરૂખાન પઠાણ (રે. ઓડ), યુસુફભાઈ ઈસ્માઈલભાઈ શેખ (રે. સુરેલી), ભરતભાઈ રાવજીભાઈ પરમાર (રે. ઈચ્છાપુરા, ભૂમેલ) તથા ચીમનભાઈ બુધાભાઈ પરમાર (રે. ઈચ્છાપુરા, ભૂમેલ)નો સમાવેશ થાય છે. પોલીસે દાવ ઉપરના રૂ. ૧૭,૫૦૦, એલ્યુમીનીયમ પેટીમાં નાળના રૂ. ૫૭,૫૦૦, અંગજડતીમાં રૂ. ૮૪,૯૫૦ તથા મોબાઈલ નં. ૮ રૂ. ૫૯,૫૦૦ તથા ઈકો ગાડી નં. જીજે ૭ ડીએ ૮૬૭૫ રૂ. ૩,૦૦,૦૦૦ની મળી કુલ રૂ. ૫,૧૯,૬૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ બનાવ અંગે એલસીબીના એ. સિંહની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:36 pm IST)