Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

૮ વર્ષની બાળકીના દિમાગમાંથી નીકળ્યા ૧૦૦થી વધુ કીડા

૨૦ કિલો વજન વધી ગયું : ઓપરેશન કરવામાં આવ્યું

અમદાવાદ તા. ૨૬ : ૮ વર્ષની વિદિશાના માતા-પિતા દંગ રહી ગયા જયારે એમને ખબર પડી કે એમની દીકરીના દિમાગમાં ટેપવોર્મના ઈંડા સંક્રમિત થયાં છે. વિદિશાને છેલ્લા ૬ મહિનાથી ભયંકર માથું દુખતું હતું અને મિરગીના હુમલા આવી રહ્યા હતા જે બાદ એને ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

સીટી સ્કેનમાં માલુમ પડ્યું કે એના દિમાગમાં ૧૦૦થી વધુ કીડા હતા. આ કીડા તેના પેટમાંથી થઈ લોહીના પ્રવાહ મારફતે દિમાગ સુધી પહોંચી ગયા હતા.

ડોકટર મુજબ શરુઆતમાં ન્યૂરોસિસ્ટીસરકોસિસ બીમારી જણાવવામાં આવી રહી હતી અને આ કારણે દિમાગમાં સોજા આવી ગયો હતો. એનું વજન ૨૦ કિલો સુધી વધી ગયું હતું. બાળકી ઠીકથી શ્વાસ પણ નહોતી લઈ શકતી અને સરખી રીતે ચાલી પણ નહોતી શકતી.

સોજો ઘટાડવા માટે લાંબા સમય સુધી તેને ભારે હેવી ડોઝની દવા આપવામાં આવી. તે બાદ પણ વિદિશાની હાલત ઠીક ન થઈ. જયારે ડોકટર્સે સિટી સ્કેન કર્યું તો દિમાગમાં ૧૦૦થી વધુ કીડાના ઈંડા દેખાયાં હતાં. જે ટેપવર્મ હોવાનું ડોકટરોએ જણાવ્યું.

બીમારીનો ખ્યાલ આવ્યા બાદ ઓપરેશન કરી તેના દિમાગમાંથી ઈંડા બહાર કાઢવામાં આવ્યાં. હવે બાળકીની હાલત સ્થિર છે.

ભૂલથી ટેપવર્મ સંક્રમિત ખોરાક ખાવાથી આ ઈન્ફેકશન થઈ ગયું હતું. નર્વ સિસ્ટમ દ્વારા દિમાગ સુધી પહોંચી જવા પર તે ન્યૂરો-સિસ્ટીસરકોસિસથી ગ્રસ્ત થઈ ગઈ, જેનાથી એને ગંભીર માથાનો દુખાવો અને મિરગીના હુમલા આવવા લાગ્યા.

વિદિશાના પિતાએ કહ્યું કે અમને બિલકુલ અંદાજો નહોતો કે અમારી સ્વસ્થ અને ખુશમિજાજ દીકરી આટલી ભયંકર બીમારીમાં સપડાઈ ગઈ છે. અમે ખુદને બહુ ભાગ્યશાળી માનીએ છીએ કે અહીં સમયસર પહોંચી ગયા અને યોગ્ય ઈલાજ કરાવી શકયા.

ફોર્ટિસ હોસ્પિટલના ન્યૂરોલોજીના ડાયરેકટર ડોકટર પ્રવીણ ગુપ્તાએ કહ્યું, માંસ, ફૂલકોબી અને કેટલાક પ્રકારનાં ફળ ખાવાથી ટેપવર્મ કીડા પેટ દ્વારા મગજ સુધી ચાલ્યો જાય છે. જયાં તે ઈંડા દેવાનું શરૂ કરી દે છે. ઈંડાના કારણે હંમેશા સેન્ટ્રલ નર્વ દ્વારા ન્યૂરોસિસ્ટીસરકોસિસ, હાડપિંજરના સ્નાયૂઓ, આંખો અને ત્વચા પર પ્રભાવિત થવા લાગે છે.

મિરગીના હુમલા અંગે જણાવતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કેન્દ્રીય નર્વસ સિસ્ટમમાં ટેપવર્મ ઈન્ફેકશન હોવાના કારણે મિરગીના હુમલા આવવાના ચાન્સ વધી જાય છે.(૨૧.૨૮)

(3:36 pm IST)