Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રદ થયેલા લાયસન્સ સામે સર્વેયર અપીલ કરી શકશે : સમિતિની રચના

ગાંધીનગર, તા. ર૩ : રાજયમાં જમીનની માપણી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રીના કર્મચારીગણ દ્વારા કરવામાં આવેલ છે, પરંતુ જમીનની માપણીના બહોળા કાર્યને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા માપણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે પાત્રતા ધરાવનાર ઉમેદવારોને લાયસન્સી સર્વેયર તરીકેના લાયસન્સ આપવામાં આવેલ છે.

ઉમેદવારે લાયસન્સી સર્વેયર તરીકે નોંધણી કરાવતી વખતે આપવાની થતી કબુલાતની શરતો નિયમ થયેલ છે. આ રીતે જે કબુલાત આપેલ છે તે પૈકીની કોઇ શરતોનો ભંગ થતો હોય કે નોંધણીદાર દ્વારા લાંબો સમય કામગીરી કરવામાં ન આવે તે સંજોગોમાં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી નોંધણીદારની નોંધણી રદ કરી શકે છે. આવી નોંધણી રદ થયા પછી તેની સામે અપીલ કરવાની કોઇ જોગવાઇ થયેલ નથી. આથી સેટલમેન્ટ કમિશનર સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી દ્વારા લાયસન્સી સર્વેયરોના રદ કરાયેલ લાયસન્સ સામે અપીલની જોગવાઇ દાખલ કરવા દરખાસ્ત કરાયેલ છે.

મહેસુલ વિભાગે તા.૧૩ જુલાઇ ર૦૧૮ના નાયબ સચિવ (સ્ટેમ્પ) એમ.બી. સોનીની સહીથી બહાર પાડેલ પરિપત્રમાં જણાવ્યું છે કે લાયસન્સી સર્વેયરોની કામગીરી ટેકનિકલ પ્રકારની કામગીરી છે અને આવી કામગીરી સંબંધિત ટેકનિકલ પાસા અને કામગીરીના નિકાલની બાબત અંગે આ કામગીરીના ટેકનિકલી જાણકાર દ્વારા આવી સમીક્ષા થાય તે આવશ્કય બને છે. લાયસન્સી સરવેયરોના 'રદ' થયેલા સાયસન્સ સામેની અપીલના કેસો સાંભળવા માટે સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રીની કચેરી ખાતે નીચે પ્રમાણેના ચાર અધિકારીઓની સલાહકાર સમિતિની રચના કરવામાં આવે છે તે નાયબ સચિવ અથવા ઉપસચિવ (ટેમ્પ) તેના અધ્યા રહેશે. (૮.૬)

(12:17 pm IST)