Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

હવે સીએનજી પંપ સંચાલકોની હડતાળ

કમિશન વધારવાની અને એકિઝટ પોલિસીમાં નોટીસ પિરિયડ વધારવાની માંગ

અમદાવાદ તા. ૨૩ : કમિશન વધારવાની અને એકિઝટ પોલિસીમાં નોટિસ પિરિયડ વધારવાની માગ સાથે ગુજરાત ગેસ કંપનીના સીએનજી ફ્રેન્ચાઇઝી એસોસિયેશન દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યંુ છે,

આ અંગે એસોસિયેશનના પ્રમુખ નિરજ મોદીએ જણાવ્યું હતું કે, સીએનજી પંપ સંચાલકોને પણ ઓઇલ કંપનીના પંપ મુજબ રૂપિયા ૩.૧૭નું કમિશન આપવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત કંપનીમાથી એકિઝટ કરવા માટે ૧૮ મહિનાનો નોટિસ પિરિયડ આપવાની પોલિસી છે. આ પોલિસીમાં સુધારો કરી એકિઝટ પોલિસીમાં નોટિસ પિરિયડ ૩ મહિનાનો કરવાની ડિમાન્ડ છે. આ માગ અંગે કંપનીને અગાઉ રજૂઆત કરાઇ હતી.ગેસ કંપની દ્વારા કમિશન વધારાના ઓફર લેટર મેઇલ પર મોકલાયા છે પરંતુ, વ્યકિતગત ધોરણે મોકલાયેલી માત્ર ૨૯ પૈસા કમિશન વધારાની ઓફર મંજૂર નથી. સહિત દક્ષિણ ગુજરાત અને રાજયના અન્ય વિસ્તારના કુલ ૫૪ પંપ હડતાળમાં જોડાશે.

ગુજરાત ગેસ કંપનીએ જણાવ્યુ હતુ કે, સીએનજી પંપ સંચાલકોની ૫૭ પૈસા કમિશન વધારાની માગ સામે ૧૧ ટકા કમિશન વધારી દેવાયુ છે. ગત વર્ષ ૮ ટકા કમિશન વધારાયુ હતુ. બે વર્ષમાં ૧૯ ટકા કમિશન વધારાયુ છે. એકિઝટ પોલીસીમાં માત્ર ત્રણ મહિનાના નોટિસ પિરિયડની વાત સ્વીકારાઇ તેમ નથી. વધુમાં જણાવ્યુ હતુ કે દક્ષિણ ગુજરાતમાં ૧૨૦ જેટલા સીએનજી પંપ છે. જેમા ફ્રેન્ચાઇઝીના માત્ર ૩૫ છે. જે પૈકીના ઘણાં ખરાએ ઓફર સ્વીકારી લીધી છે.(૨૧.૧૨)

 

(12:14 pm IST)