Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મોજેમોજ મંગળ-બુધ મેઘરાજાનો વધુ એક રાઉન્‍ડ

છતિસગઢમાં ડીપડીપ્રેશન હવામાન હળવા દબાણમાં પરીવર્તીત થશેઃ આવતીકાલે ગુજરાતમાં વધુ અને બુધવારે સૌરાષ્‍ટ્રમાં સાર્વત્રીક વરસાદ પડશેઃ હવામાન ખાતુ

રાજકોટ,તા.૨૩: છેલ્લા બે- ત્રણ દિવસથી સમગ્ર સૌરાષ્‍ટ્ર- ગુજરાતમાં મેઘરાજાએ આંશિક વિરામ લીધો છે. ત્‍યારે આવતીકાલે મંગળવારે અને બુધવારે સાર્વત્રીક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છત્તિસગઢ ઉપર એક ડીપડીપ્રેશન બન્‍યું છે જે મજબૂત બની હવાના હળવા દબાણમાં પરીવર્તીત થશે. જેની અસરથી તા.૨૪- ૨૫ જુલાઈ (મંગળ- બુધ) સારો વરસાદ પડશે. આવતીકાલે ગુજરાત બાજુ સારો અને સૌરાષ્‍ટ્રમાં ઓછા વધુ વિસ્‍તારમાં તેમજ ૨૫મીના સૌરાષ્‍ટ્રમાં સાર્વત્રીક વરસાદ પડશે. દરમિયાન ગઈકાલથી મેઘરાજાએ વિરામ લીધો છે. લગભગ કોઈ જગ્‍યાએ વરસ્‍યા નથી. આ વખતે દરિયાઈપટ્ટીના નજીકના શહેરોમાં મેઘરાજાએ જોરદાર કહેર વરસાવી છે. તારાજી સર્જી છે. હજુ પણ અનેક ગામોમાં પાણી ઓસર્યા નથી.

જયારે બીજી તરફ સુરેન્‍દ્રનગર, કચ્‍છ અને અમદાવાદ જિલ્લામાં હજુ પણ જોઈએ એટલો વરસાદ થયો નથી. આ રાઉન્‍ડમાં બાકી રહી ગયેલા વિસ્‍તારોમાં ભરપાઈ કરી દયે તેવી આશા સેવાઈ રહી છે.

(11:51 am IST)