Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગુજરાતના ટ્રાન્સપોર્ટરોને રૂ. ૧૨૩૦ કરોડનું નુકસાન

ટ્રાન્સપોર્ટરોની હડતાળને લીધે બહારની ટ્રકો અટકી જતાં શાકભાજીની અછત

અમદાવાદ તા. ૨૩ : પરેશાન ટ્રાન્સપોર્ટરોની હડતાળ સતત ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી. હડતાળને લઇને માત્ર ગુજરાતના જ ટ્રાન્સપોર્ટરોએ રૂપિયા ૧૨૩૦ કરોડનું નુકશાન કર્યું છે. જો દેશભરના ટ્રાન્સપોર્ટરોની વાત કરીએ તો આ ત્રણ દિવસમાં ૧૩ હજાર કરોડનું નુકશાન થયું છે. ત્રણ દિવસથી ટ્રકોના પૈડા થંભી જતાં માલ સામાનનું પરિવહન અટકી ગયું છે. બહારથી આવતી શાકભાજી સહિતની વસ્તુઓ અટકી પડતાં તેની અછત ઉભી થઇ ગઇ છે આગમી દિવસોમાં તેની વિપરીત અસરો જોવા મળશે. બીજી તરફ સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટરોની માગણીઓ સંતોષવાની ખાતરીઓ આપી તેમને મનાવવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે.

 

વધી રહેલા ડીઝનના ભાવ અને સરકારની પરેશાનીથી અંગે ટ્રન્સપોર્ટરો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. ઇંધણના ભાવનો રિવ્યુ કરાવવો, સરકાર દ્વારા તેના પર વસુલાતી એસ્સાઇઝ ઓછી કરવાના મુદ્દે સરકાર સતત બેદરકાર રહેતા ૨૦મી તારીથી દેશભરના ટ્રાન્સપોર્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા છે.

દેશભરની લાખો ટ્રકોના પૈડા થંભી જતાં માલ સામાનનું ટ્રાન્સપોર્ટેશન અટકી ગયું છે. જેને લઇને દેશના વિકાસને ચોક્કસ અસર પડી શકે છે. આટલું જ નહિ માત્ર ગુજરાતના પાંચ લાખથી વધુ નાના મોટા ટ્રકો થંભી જતાં ગુજરાતના ટ્રાન્સોપર્ટરોને રોજનું રૂપિયા ૪૧૦ કરોડનું નુકશાન પડી રહ્યું છે. ત્રણ દિવસમાં તેમણે રૂપિયા ૧૨૩૦ કરોડનું નુકશાન કર્યું છે. દેશભરના ટ્રાન્સપોર્ટરોને ત્રણ દિવસમાં ૧૩ હજાર કરોડથી વધુનું નુકશાન થયું છે.(૨૧.૧૦)

 

(10:15 am IST)