Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વડોદરામાં બુલેટ,પલ્સર સહિતના વાહન ચોરીના આરોપી વિપુલ વસાવાને દબોચી લેવાયો

સોશિયલ મીડિયામાં વાહન ચોરવાની વિડિઓ ક્લિપથી લીધી હતી પ્રેરણા

વડોદરા : વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી વાહનો ચોરવાના આરોપસર એસઓજીએ વિપુલ વસાવાને ઝડપી લીધો છે સોશિયલ મીડિયા પર ચાવી વગર વાહનને ચોરવાની વીડિયો ક્લિપ થી પ્રેરણા લઈને વાહન ચોરીને અંજામ આપતો હતો

  નવનિયુક્ત પોલીસ કમિશનર ગેહલોત ના આદેશ અનુસાર એસઓજી ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણના સૂચન મુજબ સ્ટાફને મળેલી બાતમીના આધારે ગદાપુરા પાસેથી એક ઈસમને ચોરીના બુલેટ સાથે બદામડી બાગ ઝુપડામાં રહેતા વિપુલ વસાવાને ઝડપી લેવાયો  છે

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઇસમ છેલ્લા દોઢ માસથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી બુલેટ પલ્સર સહિતની વાહનો ચોરીને એ જ જગ્યાએ મૂકી દેતો હતો

(9:12 am IST)