Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

સુરતના પાંડેસરમાંથી યુવક્ની લાશ મળી : શરીરના ભાગે ઇજાના નિશાન : હત્યાની આશંકા

યુવકની ઓળખ મેળવવા તજવીજ : જમણા હાથે ટેટુ ચીતરાવેલ છે

સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક યુવકની શંકાસ્પદ લાશ મળી છે.યુવકના શરીરના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. યુવકના જમણા હાથના ભાગે ટેટૂ છે. જેના આધારે પોલીસે યુવકની ઓળખ મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. જો કે જે પ્રકારે યુવકના શરીર પરથી ઇજાના નિશાન મળી આવ્યા છે. તેને લઈ યુવકની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઇ રહી છે.

(8:27 pm IST)