Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પંચમહાલના ઘોઘંબામાં ધોધમાર વરસાદથી હાથણી ધોધનો અદભુત નજારો : કુદરતી પહાડીઓમાં સૌંદર્ય ખીલી ઉઠ્યું

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં ધોધમાર વરસાદના કારણે હાથણી ધોધનો અદભુત નજારો જોવા મળ્યો છે હાલ ચોમાસાની સિઝનમાં હાથણી ધોધ પર પર્યટકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પર્યટકો ધોધ પર મનમૂકીને રમણીય ધોધની મજા માની રહ્યા હતા

  અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ડુંગરો પર ચડીને જોખમી સેલ્ફી લેતા જોવા નજરે પડયા હતા.હાથની ધોધ પર ચોમાસાની ઋતુ દરમિયાન એક ઝરણું ઉપરવાસમાં વરસાદી પાણી એકત્રિત થઈને ધોધ મારફતે વહે છે. ધોધની આગળ પાછળ કુદરતી પહાડી છે. જેમાં લીલોતરી પથરાયેલી છે. ઉંચાણવાળા વિસ્તારમાંથી પસાર થઇને ધોધ નીચે પડે છે. આ ધોધ પર હજારો પ્રવાસીઓ પાણીથી નાહીને મજા માની રહ્યા છે.

 ધોધ પર પ્રાથમિક સુવિધા મુકવામાં આવે તેવી પર્યટકોની માગ હતી.હાલ તો ચોમાસાના કારણે અનેક જગ્યાએ ધોધ શરૂ થઇ જતા હોય છે. પરંતુ સહેલાણીઓ જોખમ ખેડીને નાહવા જતા હોય છે જો તંત્ર સુરક્ષા વધારે અને જોખમ ખેડીને જતા લોકો ને અટકાવે તે અત્યંત જરૂરી છે. 

(10:49 pm IST)