Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

નર્મદા જિલ્લામાં ઑનલાઇન પેમેન્ટમાં અવાર નવાર સર્વર ધીમુ થતા ગ્રાહકોને તકલીફ : જનસેવા કેન્દ્રોમાં પણ સમસ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સરકાર ઓનલાઇન લેવડ દેવડનો આગ્રહ રાખે છે એ સ્વાભાવિકપણે સારી બાબત છે પરંતુ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં સર્વર માં અવાર નવાર સમસ્યા ઉભી થતા બેંક હોય કે અન્ય ઓનલાઇન પેમેન્ટમાં લોકો અટવાઈ રહ્યા છે જેમાં રાજપીપળા શહેરમાં અમુક બેંકોનાં ATM માં કેશ નથી હોતી કે બગડેલા હોવાથી રૂપિયાની લેવડ દેવડ માટે ગ્રાહકો મુસીબત માં મુકાઈ છે,સાથે સાથે આધારકાર્ડ, આવક, જાતિના દાખલ કે જનસેવા કેન્દ્રો પર થતી અન્ય કામગીરીમાં પણ વારંવાર સર્વરની તકલીફ માં ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારો અટવાઈ રહ્યા છે
જેમાં ખાસ કરીને કેટલીક બેંકોમાં અમુક ચોક્કસ નેટ જ વાપરવા આગ્રહ રખાતો હોય અને એ કંપનીના નેટમાં અવાર નવાર નેટવર્કની તકલીફ આવવા છતાં આ બેંકો અન્ય વિકલ્પ પસંદ કરતી નથી જેના કારણે ગ્રાહકો છતે રૂપિયે લાચાર બનતા હોય છે ત્યારે સરકાર હોય કે બેંક ઓનલાઇન પેમેન્ટ બાબતે કોઈ ચોક્કસ અને નિયમિત ચાલતા સર્વરની પસંદગી કરે તેવી ગ્રાહકો આશા સેવી રહ્યા છે.

(10:20 pm IST)