Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વાહનોની ફીટનેશ કામગીરીમાં કેન્દ્ર સરકારની જોગવાઇઓને સંપૂર્ણપણે લાગુ કરી PPP મોડલ આધારિત પોલીસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય: વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી

વાહનોના ફિટનેસ ટેસ્ટીંગ માટેના ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન સ્થાપવા અરજદારોને સમાન તક અપાશે: એક અરજદાર વધુમાં વધુ ૧૦ સ્ટેશન સ્થાપી શકશે: રાજ્ય સરકાર દ્વારા ઉદાર અભિગમ દાખવી ટેસ્ટીંગની સંપૂર્ણ ફી સ્ટેશન સંચાલકને જ આપવાનો નિર્ણય:“પ્રિલિમનરી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ” મેળવવા માટે જગ્યાની અનુકૂળતા કરવા ૬માસ સુધીમાં લીઝ એગ્રીમેન્ટ રજુ કરવા સાથે શરતી મંજુરી

વાહનોના ફિટનેસ ટેસ્ટીંગ માટેના ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન સ્થાપવા અરજદારોને સમાન તક અપાશે: એક અરજદાર વધુમાં વધુ ૧૦ સ્ટેશન સ્થાપી શકશે: રાજ્ય સરકાર દ્વારા ઉદાર અભિગમ દાખવી ટેસ્ટીંગની સંપૂર્ણ ફી સ્ટેશન સંચાલકને જ આપવાનો નિર્ણય:“પ્રિલિમનરી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ” મેળવવા માટે જગ્યાની અનુકૂળતા કરવા  ૬માસ સુધીમાં લીઝ એગ્રીમેન્ટ રજુ કરવા  સાથે શરતી મંજુરીઅમદાવાદ :વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રોડ પર મુસાફરોની સલામતી જળવાય, પ્રદુષણની માત્રામાં ઘટાડો આવે અને રોડનો ઉપયોગ કરતાં વાહનોના ફીટનેશની કામગીરી સંપૂર્ણપણે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વિના થઇ શકે તે જરૂરી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારે બહાર પાડેલી નોટીફીકેશનના અનુસંધાને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેન્દ્ર સરકારની જોગવાઇઓને સંપૂર્ણપણે લાગુ કરી PPP મોડલ આધારિત પોલીસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં વાહનોના ફિટનેસ ટેસ્ટીંગ માટે PPP ધોરણે ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન સ્થાપવા માટે તમામ અરજદારોને સમાન તક આપવામાં આવશે. કેન્દ્રના ધારાધોરણ મુજબની લાયકાતો પરિપૂર્ણ કરતાં તમામને સ્ટેશનો સ્થાપવાની મંજુરી આપવામાં આવશે અને એક અરજદાર વધુમાં વધુ ૧૦ સ્ટેશન સ્થાપી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સરકારે ઉદાર અભિગમ દાખવી ટેસ્ટીંગની સંપૂર્ણ ફી સ્ટેશનનાં સંચાલકને જ આપવાનો નિર્ણય કર્યો છે, જે આવા સ્ટેશનો સ્થાપવા માટે પ્રોત્સાહન પુરૂં પાડશે.
મંત્રીએ કહ્યું કે, સ્ટેશન સ્થાપવા માટે અરજદારોની વ્યથાને સમજી “પ્રિલિમનરી રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ” મેળવવા માટે જગ્યાની અનુકૂળતા કરવા ૬ માસ સુધીમાં લીઝ એગ્રીમેન્ટ રજૂ કરવાની શરતી મંજૂરી આપવાનો અભિગમ રાજ્ય સરકારે દાખવ્યો છે. ટેસ્ટીંગ સ્ટેશન પર ટેસ્ટનાં બુકિંગ અને ફી સહિતની તમામ પ્રક્રિયા કેન્દ્ર સરકારની જોગવાઇઓ મુજબ ઓનલાઇન તેમજ નજીકનાં આર.ટી.ઓ-એ.આર.ટી.ઓ.ની દેખરેખ હેઠળ રહેશે.
તેમણે ઉમેર્યું કે, ફીટનેશ સ્ટેશન પરથી થયેલ ફીટનેશ પ્રત્યે જો નાગરિકોને કોઈ અસંતોષ હોય તો વાહન માલિક જે તે રીજીયનની આર.ટી.ઓ.-એ.આર.ટી.ઓ. કચેરીને અપીલ કરી શકશે અને સંપૂર્ણ પારદર્શી પ્રકિયા સાથે અરજદારને આ સુવિધા મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા પ્રિલિમિનરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુ થયાના ૧૨ માસના સમયગાળામાં ઓટોમેટેડ ફિટનેશ સ્ટેશન કાર્યરત કરવાનુ રહેશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ ઓટોમેટેડ ટેસ્ટીંગ સ્ટેશન પર કામગીરી હેવી ગુડઝ વ્હીકલ અને હેવી પેસેન્જર વ્હીકલ માટે ૧લી એપ્રિલ-૨૦૨૩થી તેમજ મીડીયમ ગુડ્ઝ, મીડીયમ પેસેન્જર અને લાઇટ મોટર વ્હીકલ માટે ૧લી જૂન-૨૦૨૪થી શરુ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ સેન્ટર શરુ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે જોગવાઈઓ કરવામાં આવી છે તે મુજબ જરૂરી માળખાકીય સવલતો, અતિઆધુનિક સાધનોનાં સ્પેસીફીકેશન દ્રારા ફીટનેશની કામગીરી અને થનાર ટેસ્ટનાં ધારાધોરણ, સેન્ટર ચલાવવા માટે યોગ્ય લાયકાત ધરાવતો સ્ટાફ, સમગ્ર ફીટનેશની ઓનલાઇન પારદર્શી કાર્યપદ્ધતિ, સેન્ટરની સ્થાપના માટેના દસ્તાવેજો, ફી અને કાર્યપધ્ધતિ, સેન્ટરની કામગીરી પ્રત્યે અસંતોષના કિસ્સામાં અપીલની જોગવાઇ તેમજ લાંબાગાળા સુધી પારદર્શી પ્રક્રિયા જળવાઇ રહે તે માટે દર છ માસે કેન્દ્ર સરકારની માન્ય એજન્સીઓ દ્રારા ઓડીટ કરવામાં આવશે

   
(8:01 pm IST)