Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

કામરેજ અને આણંદ ૪- ઉમરાપાડા ૩ાા અને કપડવંજ ૩ ઈંચ

'મગશરા વાયા તો આદ્રા મેં આયા, વર્ષ આદ્રા તો બારેમાસ પાધરા' :રાજયના ૨૭ જીલ્લાના ૧૦૩ તાલુકાઓમાં ઝરમરથી ૪ ઈંચ સુધનો વરસાદઃ આદ્રા નક્ષત્રમાં મેઘરાજા જમાવટ કરશે તેવા એંધાણ

(જીતેન્દ્ર રૂપારેલીયા), વાપીઃ રાજ્યમાં ચોમાસાની સત્તાવર શરૂઆત સાથે જ મેઘરાજા આક્રમક મૂડમાં જણાય છે જેના પગલે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૭ જીલ્લાના ૧૦૩ તાલુકાઓમાં ઝરમરથી ૪ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

 હવામાન સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અરબી સમુદ્ર પર સાઈકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે આ ઉપરાંત રાજસ્થાન પર પણ સીસ્ટમ્સ સક્રિય બની છે જેને પગલે રાજ્ય ના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પ્રબળ બની છે.

બીજી બાજુ ગઈકાલથી આદ્રા નક્ષત્રનો પ્રારંભ થયો છે અને આ નક્ષત્રનું વાહન ઘેટું છે આ નક્ષત્રમાં સામાન્ય રીતે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડતો હોય છે.

   મગશરા વાયા તો આદ્રા મેં આયા,   વર્ષ આદ્રા તો બારેમાસ પાધરા

લોકવાયકા અનુસાર મૃગશીર્ષ નક્ષત્રમાં ખુબ પવન ફૂંકાય તો આદ્રા નક્ષત્રમાં પુષ્કળ વરસાદ આવે...સામાન્ય રીતે આદ્રા નક્ષત્રની અંદર પાછોતરી વાવણી થતી હોઈ છે તેમજ અષાઢી બીજની વાવણી પણ આદ્રા નક્ષત્રમાં થતી હોઈ છે મૃગશીર્ષ નક્ષત્ર ભારે પવન ફૂંકાયો હોઈ તો આદ્રા નક્ષત્રની અંદર ભરપુર વરસાદ પડતો હોય છે આ વર્ષે આદ્રા નક્ષત્રમાં સાર્વત્રિક અને ભરપુર વરસાદ જણાય રહ્યો છે.

ફફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તાર માં વરસાદના નોંધાયેલા મુખ્ય આંકડાઓને જોઈએ તો....કામરેજ ૯૭ મીમી, આણંદ ૯૩  મીમી, ઉમરપાડા ૯૬ મીમી, કપડવંજ ૭૧ મીમી, ચોર્યાસી ૬૫ મીમી, કપરાડા ૫૨ મીમી, ડેડીયાપાડા ૫૧ મીમી, ખેડા ૪૭ મીમી, માંગરોળ ૪૬ મીમી, પેટલાદ ૪૫ મીમી, ધરમપુર ૪૨ મીમી,બાલાસિનોર ૪૦ મીમી,ભુજ અને દેસર ૩૬-૩૬ મીમી, મહુવા ,બાયડ અને ઠાસરા ૩૫-૩૫ મીમી વરસાદ નોંધાયેલ છે.

પલસાણા ૩૨૩૨ મીમી,વ્યારા ૩૦ મીમી,માતર ૨૯ મીમી,જેસર ૨૮ મીમી, મહેમદાબાદ અને નેત્રંગ ૨૭-૨૭ મીમી,તો માંડવી અને ગલતેશ્વર ૨૬-૨૬ મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત અંકલેશ્વર ૨૩ મીમી,સુરત સીટી, સુબીર અને ઉમરેઠ ૨૦-૨૦ મીમી, મહુધા અને સાગબારા ૧૯-૧૯ મીમી, ભરૂચ ૧૮ મીમી તથા આહવા અને છોટા ઉદૈપુર ૧૭-૧૭ મીમી, ડોલવાન અને નડિયાદ ૧૫-૧૫ મીમી વરસાદ નોંધાયેલ છે.

જયારે રાજ્યના અન્ય ૬૧ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૧૪ મીમી સુધી નો હળવો વરસાદ નોંધાયેલ છે. આ લખાય રહ્યું છે ત્યારે કે એટલે કે સવારે ૧૦ ૩૦ કલાકે મેઘરાજા નો મુકામ સૌરાષ્ટ્ર ભણી જણાય છે.

(3:30 pm IST)