Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

'અગ્નિપથ' યોજનાને વેલ્સ્પનનું સમર્થન : જવાનોને તક આપશે

અમદાવાદ તા. ૨૩ : મજબુત આવતીકાલના નિર્માણ માટે સરકારે વિચારેલ એજન્ડાને વેલસ્પન આવકારે છે. 'અગ્નિવીર' યોજનાને સમર્થન આપતા વેલસ્પનના ચેરમેન બી. કે. ગોએન્કાએ જણાવ્યુ કે આ યોજના ઉદ્યોગ માટે અત્યંત કુશળ, શિસ્તબધ્ધ અને પ્રતિભાશાળી કર્મચારીઓને તેમની સંસ્થાઓમાં સામેલ કરવાની સુવર્ણ તક આપશે. અગ્નિવીરોને વેલસ્પનમાં વિવિધ સ્તરે યોગ્ય જગ્યાઓ મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે ૨.૭ બીલીયન ટર્નઓવર ધરાવતુ વેલસ્પન ગ્રુપ હોમ ટેકસટાઇલ, લાઇન પાઇપ્સ અને ઇન્ફ્રાસ્ટ્રચર બિઝનેશમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. ૨૬૦૦૦ થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. આ વ્યવસાયો વર્ટીકલી ઇન્ટીગ્રેટેડ  છે. જે કુશળ અગ્નિવીરોને કૌશલ્યો અને અનુભવોના આધારે વિવિધ સ્તરે તકો પ્રદાન કરશે. તેમ શ્રી બી. કે. ગોએન્કાએ જણાવ્યુ હતુ.

(3:14 pm IST)