Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાષ્‍ટ્રપતિના સમર્થન સાથેની દરખાસ્‍તમાં સહી કરવા રામભાઇ મોકરીયા દિલ્‍હીમાં

રાજકોટ તા. ૨૩ : ભારત દેશના ૧૬માં રાષ્‍ટ્રપતિની ચૂંટણી થનાર છે ત્‍યારે એનડીએ દ્વારા ઝારખંડના પૂર્વ રાજ્‍યપાલ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્‍યારે દ્રૌપદી મુર્મૂ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે તે પહેલા આજે ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, સાંસદો તથા ધારાસભ્‍યો તેમના સમર્થનમાં દરખાસ્‍ત પત્રમાં સહી કરવા માટે દિલ્‍હી પહોંચ્‍યા છે.

રાજ્‍યસભાના સાંસદ રામભાઇ મોકરીયા પણ આજે સવારની ફલાઇટમાં દિલ્‍હી જવા રવાના થયા છે. દિલ્‍હી ખાતે સંસદભવનમાં રાષ્‍ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયામાં તેઓ સામેલ થશે.

(11:40 am IST)