Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

દરેક એકમ,સંસ્થા,સોસાયટીમાં કોવિડ કો-ઓર્ડીનેટર નિમવામાં આવ્યા

કોરોના ગાઇડ લાઈનનું પાલન કરાવશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિમવામાં આવેલા કોવિડ કો ની જવાબદારી રહેશે કે તેમના એકમમાં દરેકે વેક્સિન લીધી છે કે નહિ. અને જો કોઈ વેક્સિન નહિ લીધી હોય તો તેને વેક્સિન પણ આપવાની પણ રહેશે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક એકમ / કોમ્પલેક્ષમાં કોવિડ કો ઓર્ડીનેટરની નિમણૂક કરી હતી. કો-ઓર્ડીનેટરએ તેમની સંસ્થા કચેરી કે એકમમાં આવતા દરેક કર્મચારી કે વ્યક્તિને માસ્ક ફરજિયાત પહેરવું, તાપમાન માપવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાય વગેરે કોરોના ગાઇડ લાઇનનું ફોલો અપ કરાંવાનું હતું. જે નિમાયેલા કોવીડ કો-ઓર્ડીનેટર હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ ચાલી રહેલા વેક્સિન મહા અભિયાનમાં જોડવામાં આવ્યા છે.

1. તમામ સોસાયટી/એકમો/કચેરીઓ/સંસ્થાઓના માલિક/સંચાલકે નિમણુક કરવામાં આવેલ covid કોર્ડીનેટર દ્વારા તેઓની અંતર્ગત કામ કરતા તમામ કર્મચારીઓને કોરોનાની વેક્સિન લેવાની બાકી હોય તેવા કર્મચારીઓની માહિતી એકત્ર કરવાની રહેશે. તેમજ તેમનું વેક્સિનેશન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

2. Covid કોડિનેટરે પત્રક ભરવાનું રહેશે. જેમ એ એકમના કેટલાક કર્મચારીઓને વેક્સિન લેવાનું બાકી છે તેમજ કેટલા સમયમાં તેમનું વેક્સિન પૂર્ણ કરવામાં આવશે તે અંગેની બાહેધરી આપવાની રહેશે. આ પત્રક તેમને તેમના વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને સુપરત કરવાનું રહેશે.

3. ફેશન અંગે કોઈ પ્રશ્ન હોય અથવા મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય તો જે તે અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અથવા ઝોનલ ઓફિસરનો સંપર્ક કરવાનો રહેશે.

(9:49 pm IST)