Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ભાજપના નેતાનો ન્યૂડ વીડિયો બનાવીને રૂપિયાની માગણી

વીડિયો ડિલિટ કરવા માટે રૂપિયાની માગણી : નેતાએ છોકરીના નામે આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા રાતે વીડિયો કૉલ પર ખંડણી માટે ધમકી મળી

અમદાવાદ,તા.૨૩ : આજકાલ છેતરપિંડીથી કે વ્યક્તિને ભોળવીને તેની સાથે ઓનલાઈન મજાના નામે રૂપિયા પડાવવાના ષડ્યંત્રોનું પ્રમાણ વધી રહ્યું છે. સાણંદમાં ભાજપના અગ્રણીનો પણ વિડીયો બનાવીને રૂપિયાની માગણી કરાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સાંણંદના દદુકા ગામમાં રહેતા ભાજપ અગ્રણીએ સોશિયલ મીડિયા પર એક મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ તેમના ફોટોનો ઉપયોગ કરીને ન્યૂડ વિડીયોમાં ચેહેર લગાવીને મોર્ફિંગ કરવા માટે કરાયો હતો. આ વિડીયો ડિલિટ કરવો હોય તો રૂપિયા આપવા પડશે કહીને રૂપિયા ના મળ્યા તો તેને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી દઈશ તેવી ધમકી પણ આપી હતી. જોકે, નેતાએ ધમકીને અવગણતા તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર તેમના અન્ય એક ફ્રેન્ડને શેર કરી દેવામાં આવ્યો હતો. જેના આધારે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

       તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભરતસિંહ ડોડીયાને ફેસબૂક પર ૫ જૂનના દિવસ નિકીતા રાજપૂત નામથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. આ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ ૧૧ જૂનના રોજ તેમને ઁૈ મેસેજ આવ્યો હતો. જ્યારે ભરતસિંહે તમે કોણ છો તેવું પૂછ્યું તો તેમને રાત્રે સાડા ૧૦ વાગ્યે વિડીયો કૉલ આવ્યો હતો. આ વિડીયો કૉલ ઉપાડતાની સાથે તેમાં ન્યૂડ વિડીયો ચાલુ થઈ ગયો હતો. તેમણે આ જોઈને વિડીયો કૉલ કટ કરી નાખ્યો હતો. જોકે, આ પછી તેમને એક વિડીયો મળ્યો અને તે જોઈને તેમને આંચકો લાગ્યો હતો.

      આ પાછળનું કારણ એ હતું કે અજાણી વ્યક્તિએ ન્યૂડ વિડીયોમાં ભરતસિંહનો ફોટો મોર્ફ કરીને તેમને મોકલ્યો હતો. જે બાદ આ વિડીયો ડિલિટ કરવો હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહેવામાં આવ્યું હતું. આ સાથે તેમને એક રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કોડ પણ મોકલવામાં આવ્યો હતો. નીકિતા રાજપૂત નામના યુઝર અકાઉન્ટ પર વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. આ પછી ભરતસિંહે ધમકીને અવગણી દીધી તો તેમના ભાઈ કુલદિપસિંહ ડોડીયા ભરતસિંહને જન્મદિવસની શુભેચ્છા આપતી પોસ્ટ મૂકી હતી તેમાં મોર્ફ કરેલો વિડીયો પોસ્ટ કરી દીધો હતો. આ પછી આ વિડીયો તેમના મિત્ર મયુરસિંહ ડાભી અને મહિપતસિંહ ડોડીયાને પણ શેર કરવામાં આવ્યો હતો.

(9:10 pm IST)