Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વાવણીમાં ૫૦ ટકાના વિલંબથી પાકમાં ઊથલપાથલનાં એંધાણ

રાજ્યમાં સારા વરસાદ છતાં વાવણીમાં ઉદાસિનતા : ૨૧ જૂન ૨૦૨૦માં ૧૪ લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી ૨૦૨૧માં ૨૧ જૂન સુધી માંડ ૭ લાખ હેક્ટરમાં વાવેતર

ગાંધીનગર, તા. ૨૩ : ગુજરાતમાં ૧૫ જૂને વિધિવત ચોમાસું શરૂ થઈ જાય છે. આ વખતે વાવણી મોડી શરૂ થઈ છે. ગયા વર્ષે ૨૧ જૂન ૨૦૨૦માં ૧૪ લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી. આ વર્ષે ૨૦૨૧માં ૨૧ જૂન સુધી અડધા વિસ્તારમાં માંડ વાવણી થઈ શકી છે. ૭ લાખ હેક્ટરમાં વાવેતર થયા છે. આ ઘટાડો મોટા ભાગે તો કપાસ અને મગફળીના ઓછા વાવેતર માટે છે.

કપાસ અને મગફળીનું વાવેતર ૬.૧૨ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે ૨૦૨૦માં ૧૨.૬૦ લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આમ ૬.૫૦ લાખ હેક્ટર વાવેતર મોડું થયું છે. જોકે આ વખતે વાવેતરનો ટ્રેન્ડ મોટી ઉથલપાથલ સૂચવે છે. સારો વરસાદ છતાં વાવણી સારી રીતે થઈ નથી.

કુલ ૮૫ લાખ હેક્ટર જમીન પર સામાન્ય રીતે ચોમાસામાં વાવેતર થાય છે. તેના ૮ ટકા માંડ વાવણી થઈ છે. ૫૦ ટકા ગુજરાતમાં એક અઠવાડિયા મોડું વાવેતર ચાલી રહ્યું છે. આગામી કૃષિ ઉત્પાદનોમાં તે મોટી ઉથલપાથલ લાવી શકે છે. ૮૭-૯૦ લાખ ટન અનાજ, કઠોળ, તેલિબિયાનું ઉત્પાદન ગયા વર્ષે અંદાજેલું હતું. આ વખતે તેમાં વેપારીઓની ધારણા કરતાં વધારે ફેરફારો આવી શકે છે. કૃષિ વિભાગ હવે પાક ઉત્પાદન અને વાવેતરની પહેલી અંદાજો જાહેર કરશે ત્યારે સાચો અંદાજ આવશે.

૨૨મી સુધીમાં ઝોન મુજબ વરસાદ થયો તેની વિગતો

વિસ્તાર

કૂલ વરસાદ

ટકા થયો

સરેરાશ

કચ્છ

૫૬

૧૨.૬૧

૪૪૨

ઉત્તર ગુજરાત

૭૭

૧૧.૯૭

૭૧૭

મધ્ય-પૂર્વ ગુજરાત

૭૦

૯.૬૨

૮૦૬

સૌરાષ્ટ્ર

૬૩

૯.૧૭

૭૦૧

દક્ષિણ ગુજરાત

૧૩૨

૧૦.૧૮

૧૪૬૨

સરેરાશ

૭૯.૮૦

૧૦.૩૮

૮૪૦

 

(7:47 pm IST)