Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

સાણંદના વીરપુર ગામે ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 10હજારનો મુદામાલ જપ્ત કર્યો

સાણંદ : સાણંદમાં જુગારની હાટડીઓ ધમધમી રહી છે. છતાં પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી છે. જુગારના રવાડે ચઢી યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાન કિસ્સો સાણંદ તાલુકાના વિરપુરા પાસે બનવા પામ્યો છે. વિરપુરા પાસેથી પોલીસે જુગર રમતા સાત જેટલા જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા. જુગારીઓ પાસેથી પોલીસે ૧૦ હજારનો મુદામાલ જપ્ત કર્યો.

હજી શ્રાવણ મહિનો આવ્યો નથી ત્યાં તો સાણંદ તાલુકામાં જુગારીઓ સક્રિય બની ગયા. સાણંદ તાલુકાના વિરપુરા ગામના પાટીયા પાસે જોગણી માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર જીઆઈડીસી પોલીસે દરોડો પાડીને સાત જુગારીઓને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત દસ હજારનો મુદામાલ કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે. સાણંદ જીઆઈડીસી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન વિરપુરા ગામના પાટિયા પાસે પહોંચતા જોગણી માતાના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ટોળું વળીને બેઠેલા જણાયા હતા. પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તીનપત્તીનો જુગાર રમાતો હોવાનું ધ્યાને આવ્યું હતું.પોલીસે તમામને કોર્ડન કરીને નામ પુછતા જુગારીઓમાં ગોવિંદ મોતી ઠાકોર, દિપક કાનજી ઠાકોર, મહેશ ભીમાં કો. પટેલ, મેલા ખેમાં કો.પટેલ, અનીલ મનુ નાયક, વિષ્ણુ કનુ નાયક તેમજ રવિ રમેશ દેવીપૂજક સહિત સાત શખ્સો પાસેથી રોકડ સહિત ૧૦,૩૩૦નો મુદામાલ કબજે લેવાયો હતો. જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)