Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વડોદરામાં ડોક્ટર પતિએ પત્નીને પિયરમાંથી દહેજ પેટે 5 લાખ લાવવાનું કહેતા પરિણીતાએ પોલીસનો સહારો લીધો

 વડોદરા: શહેરમાં ડોક્ટર પતિ દ્વારા પત્નીને પિયરમાંથી પાંચ લાખ રૃપિયા દહેજ પેટે લઇ આવવાનું જણાવીને ત્રાસ  ગુજારવામાં આવતો હતો.જે અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રતાપનગર દંતેશ્વર રોડ પર આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતી વૃતિકા પંકજકુમાર રહેતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મારા બીજા લગ્ન રાજનગરી સોસાયટી,અંકલેશ્વર ખાતે નવેમ્બર-૨૦૧૯  માં ડો.અમિત પ્રકાશભાઇ રાવલ (રહે.પારાવાસ બસ સ્ટેન્ડ  પાસે રણાસણ,તા.વિજાપુર,જિ.મહેસાણા ) સાથે થયા હતા.જે હાલમાં બનાસકાંઠા જિલ્લાના સતલાસણા તાલુકાના રીંછડા ગામે રહે છે.મારા પતિએ પહેલા લગ્ન થકી જન્મેલી મારી પુત્રીને  પણ સ્વીકારી લીધી હતી.લગ્નમાં મળેલુ સોનુ મારા  પતિએ લોકરમાં મુકાવી દીધુ હતું.અને પાંચમા દિવસે મારો પતિ મને પિયરમાં મુકી ગયો હતો.અને ત્યારબાદ હું મારા પતિ સાથે  રીંછડા ગામે રહેવા ગઇ  હતી.મારા પતિએ મને ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરાવી દીધુ હતું.તથા મોબાઇલ પર વાતચીત પણ કરવા દેતો નહતો.ઉતરાયણ વખતે હું ગર્ભવતી હોવાની જાણ થતા મેં મારા પતિને જાણ કરી હતી.મારા પતિ પણ મારી સાથે પિયરમાં રહેવા આવી ગયા હતા.અને અહીંયાથી પશુઓની સારવાર શરૃ કરી હતી.તેમને સારી આવક થતી હતી.પરંતુ,વડોદરામાં કાયમી સ્થાયી થવા માટે મારા  પતિએ મારા પિતા પાસેથી પાંચ લાખ લઇ આવવાનું કહ્યું હતું.મારા પિતાએ રૃપિયા નહી આપતા પતિ,સાસુ,સસરા,અને નણંદે ત્રાસ ગુજારવાનું શરૃ કર્યુ  હતું.જે અંગે પરિણીતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

(5:22 pm IST)