Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમદાવાદમાં વેક્સીનેશન ડ્રાઇવ વધુ ઝડપી બનાવવા હવે સીટી બસ અને બીઆરટીઍસ બસમાં સફર કરતા મુસાફરોને વેક્સીન માટે અપીલ કરાઇઃ દરેક મુસાફરોનું ચેકીંગ કરીને વેક્સીન માટે મોકલાશે

કોરોનાનાં ત્રીજા વેવને લઈને સરકાર ચિંતામાં છે. તેમજ ત્રીજા વેવની તૈયારી શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં એ એમ ટી એસ અને બી આર ટી એસ મુસાફરોને વેક્સિન લેવા માટેની અપીલ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિન ડ્રાઈવને વધુ મજબૂત બનાવવા અંગે અલગ અલગ પગલાં લેવામાં આવે છે. જેમાં સુપર સ્પ્રેડરને વેક્સિન તેમજ હવે 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિનના રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી ઓન ધ સ્પોટ વેક્સિન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વિકલાંગ માટે અલગ ડ્રાઈવ થ્રું વેક્સિન ડ્રાઈવ પણ કરવામાં આવી હતી.

જે અંતર્ગત આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરોને વેક્સિન લેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. જે અંતર્ગત આવનાર દિવસોમાં એમ ટી એસ અને બી આર ટી એસ મુસાફરોનું ચેકીંગ કરવામાં આવશે. જેમાં વેકસીન લીધી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.વેકસીન નહિ લેનાર ને હેલ્થ સેન્ટર પર વેકસીન લેવા સૂચના આપવામાં આવશે .

જેથી આવનાર દિવસોમાં મુસાફરોએ વેકસીનેશન સર્ટિફિકેટ અથવા મેસેજ પણ રાખવી પડી શકે છે.

(5:20 pm IST)