Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અમદાવાદમાં લગ્ને લગ્ને કુંવારા એક યુવકે 3 મહિલાઓની જીંદગી સાથે રમત રમીઃ યુવતિ આ યુવક પાસે ઘર છોડીને રહેવા જતા ભાંડો ફૂટયોઃ શરીર સંબંધ બાંધીને ગર્ભપાત પણ કરાવ્‍યો હોવાનું ખુલ્‍યુ

અમદાવાદ: લગ્ને લગ્ને કુંવારા એક વ્યક્તિએ ત્રણ ત્રણ મહિલાઓની જિંદગી સાથે રમત રમી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતી યુવક પાસે પોતાનું ઘર છોડીને રહેવા જતા તેનો ભાંડો ફૂટ્યો હતો. યુવતી સાથે શરીર સંબંધ બાંધી ગર્ભપાત પણ કરાવ્યો હતો. બાદમાં યુવતી તેના ઘરે આવી જતા કામ કરતી સ્ત્રી સાથે યુવકે લગ્ન કરી લીધા હતા. ચાંદખેડા પોલીસે આ ગુનાની ગભીરતા લીધાં વગર મોડો ગુનો દાખલ કરતા જ આરોપી હાલ ફરાર થઈ ગયો છે.

યુવતી ન્યાય માટે પોલીસ સ્ટેશન ધક્કા ખાઇ ભાંગી પડી ત્યારબાદ આખરે ચાંદખેડા પોલીસે ગુનો નોંધ્યો હતો. ધટનાની વાત કરીએ તો 25 વર્ષીય યુવતી એક મોલમાં કામ કરતી હતી. ત્યાં એક યુવકના પ્રેમમાં પડી હતી. બાદમાં તે યુવક સાથે ભાગી ગઈ અને તેના ઘરે રહેવા લાગી હતી. પ્રેમીના ઘરે જઈને જોયું તો એક દીકરો હતો. તે કોનો દીકરો છે તે બાબતે પૂછતાં યુવકે તેની પહેલી પત્નીનો હોવાનું જણાવ્યું હતું. યુવતીના પગ તળિયે જમીન ખસી ગઈ. બાદમાં પ્રેમીની પહેલી પત્નીના આ બાળકને તે સાચવવા લાગી હતી.

આ દરમિયાનમાં લગ્ન માટે કહેતા પ્રેમી બહાના બતાવવા લાગ્યો હતો. આખરે લગ્નના બહાને મંદિરમાં લઈ જઈ માત્ર ફૂલ હાર કરી લગ્નનો વિશ્વાસ અપાવ્યો હતો. પછી યુવતીને ધીરે ધીરે તેના કહેવાતા પતિએ રંગ બતાવવાનું શરૂ કરી શારીરિક સંબંધો બાંધ્યા હતા.

25 વર્ષીય યુવતીને બે બે વાર તેના કહેવાતા પતિએ ગર્ભપાત કરાવ્યો હતો. જે ગેરકાયદે હોવા છતાંય તેના કહેવાતા પતિએ આ બદકામ કર્યું હતું. માર ખાવો, યુવકની પહેલી પત્ની હોવી, બે વાર ગર્ભપાત આ બધાથી યુવતી ત્રાસી ગઇ અને આખરે તે તેના પિયરમાં પરત ફરી. તેને પોતાની ભૂલનો પણ અહેસાસ થયો.

જોકે માતા પિતા બહેનોએ સાથ આપી આ શખ્સ વિરુધ કાર્યવાહી કરાવવા કહેતા યુવતી પોલીસસ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે પહોંચી. જે પોલીસ મહિલાની મદદ માટે શી ટીમ બનાવી રહી છે તે જ પોલીસે અને ઉચ્ચ અધિકારીઓએ યુવતીને ગણકારી નહિ. યુવતી ન્યાય મેળવવા ઝખતી રહી, પોલીસસ્ટેશનના ધક્કા ખાતી રહી તેમછતાં પોલીસના પેટનું પાણી પણ ન હલ્યું. જોકે થોડા દિવસો બાદ ચાંદખેડા પોલીસે યુવતીની ફરીયાદ લીધી.

જો કે ત્યાં સુધીમાં આરોપી બીતોરક ઉર્ફે અમિત લક્ષ્મીનારાયણ અમદાવાદમાંથી ફરાર થઈ ગયો હતો. ત્રણ ત્રણ યુવતીઓની જીંદગી બરબાદ કરનાર આરોપી બીતોરક ઉર્ફે અમિત લક્ષ્મીનારાયણ મૂળ કલકત્તા રહેવાસી છે. ભોગબનાર અને આરોપી વચ્ચે ઘરમાં અગાઉ મારામારી થઈ હતી, ત્યારે ભોગ બનાર યુવતી ફરીયાદ કરી હતી. પીડિત યુવતી કહેવું છે કે તેના પિયર આવી તો હવે તેના કહેવાતા પતિ આરોપીએ કામ કરવા આવતી યુવતી સાથે લગ્ન કર્યા હતાં. ત્યારે ત્રણ ત્રણ લગ્ન કરનાર આ હેવાન શખ્સ પોલીસ પકડમાં ક્યારે આવશે તે મહત્વની વાત છે.

(5:11 pm IST)