Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કોરોનાનો નવો ડેન્‍ટા પ્‍લસ વેરિયન્‍ટ કેટલો ખતરનાક સાબિત થાય છે તેના માટે આવનારા સમયની રાહ જોવી પડશેઃ વેક્‍સિનેશન વધુ ઝડપી બનાવાય તો બચી શકાશેઃ વડોદરાના ડો. શીતલ મિસ્ત્રીનું નિવેદન

વડોદરા: કોરોનાના નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સ્વરૂપ ડરાવી દે તેવુ છે. કોરોનાની બીજી લહેરમાં કેસ તો ઘટ્યા છે, પણ માથા પરથી હજી સંકટ ટળ્યુ નથી. આવામા કોરોનાનો નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ખતરનાક સાબિત થઈ શકે છે તેવુ વડોદરાના તબીબ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું.

ડો. શીતલ મિસ્ત્રીએ એક નિવેદનમાં કહ્યુ કે, કોરોનાના નવા વેરિયન્ટ સામે મોનોકલોનલ એન્ટીબોડી કોકટેલ ઇન્જેક્શન અસરકાર નથી રહેતું. વેક્સીનથી ઉત્પન્ન થયેલી એન્ટીબોડીની અસર પણ નવા વેરિયન્ટ સામે ઓછી છે. નવા વેરિયન્ટથી કોરોના સંક્રમણ વધુ ફેલાવવાની શક્યતા છે. આ વેરિયન્ટ સામે વેક્સિન કેટલી અસરકારક નીવડશે તે આવનાર સમયમાં જ ખબર પડશે. નવા વેરિયન્ટના લક્ષણો વધુ ગંભીર હોઈ શકે છે.

સાથે જ તેમણે કહ્યું કે, આવામાં વેક્સિનેશન વધુ ઝડપી બનાવાય તો નવા વેરિયન્ટથી બચી શકાશે.

(5:04 pm IST)