Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રીય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ તરીકે ડો. હિમાંશુ પટેલની વરણી

૧ર૬ વર્ષોથી ભારતના ર૮ કરોડ જેટલા પાટીદારોને રોટી-બેટીના વ્‍યવહારથી જોડવાની કામગીરી કરતી આ સંસ્‍થાની પ્રગતિ માટે ડો. હિમાંશુ પટેલનો સંકલ્‍પ

ગાંધીનગર તા. ર૩ : અખિલ ભારતીય કુર્મી ક્ષત્રીય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ તરીકે સરદાર પટેલ રાષ્‍ટ્રીય સ્‍મારક, ગુજરાતના ટ્રસ્‍ટી અને જાણીતા એડવોકેટ ડો. હિમાંશુ પટેલની નિમણુંક કરવામાં આવીછે ૧ર૬ વર્ષોથી ભારતના ર૮ કરોડ જેટલા પાટીદારોને રોટી-બેટીના વ્‍યવહારથી જોડવાની કામગીરી કરતી આ સંસ્‍થાની પ્રગતિ માટે અડાલજવાળા એડવોકેટ ડો. હિમાંશુ પટેલે સંકલ્‍પ વ્‍યકત કર્યો છે.

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રીય મહાસભા છેલ્લા ૧ર૬ વર્ષોથી ભારતના ર૮ કરોડ જેટલા પાટીદારોને રોટી-બેટીના વ્‍યવહારથી જોડવાની કામગીરી કરે છે. આ સંસ્‍થાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે છતતીસગઢના મુખ્‍યમંત્રી ભુપેશ બધેલના પિતાશ્રી નંદકિશોર બધેલના સનિષ્‍ઠ પ્રયાસોથી સમાજની એકતા અને સામાજિક વિકાસની કામગીરીમાં પ્રગતિ કરવામાં આવી છે.આ સંસ્‍થાના ગુજરાત પ્રદેશ એકમની તાજેતરમાં મળેલી સામાન્‍ય સભામાં આ સંસ્‍થાના નવા હોદોરોની નિમણુંક કરવા સાથે નવા પ્રદેશ અધ્‍યક્ષ તરીકે ડો. હિમાંશુ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જયારે ગુજરાત પ્રદેશના અધ્‍યક્ષ તરીકે એમ.એ.પટેલનો કાર્યકાળ પુરો થતાં તેમની રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે.

અખિલ ભારતીય કુર્મી ક્ષત્રીય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ એમ.એ. પટેલનો કાર્યકાળ પુરો થતાં તેમના સ્‍થાને અડાલજવાળા પાટીદાર યુવા અગ્રણી ડો. હિમાંશુ પટેલની નિમણુંક કરવામાં આવી છેઆ પ્રસંગે નવા અધ્‍યક્ષ તરીકે વરાયેલા સહકારી આગેવાન ડો. હિમાંશુ પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાતના સમસ્‍ત સમાજની એકતા અને સર્વાગી વિકાસ માટે તેઓ સતત કાર્યકર રહેશે. આ સાથે સમગ્ર સમાજ માટે આ સંસ્‍થાની વિવિધ પરિયોજનાઓના અમલ ખૂબ ઝડપથી કરવામાં આવશે. પાટીદાર સમાજમાં દિકરીઓની પડી રહેલી ઘટને દુર કરવા માટે આંતરરાજય પછી આંતર રાષ્‍ટ્રીય કક્ષાએ સમુહ લગ્ન યોજવાનો નવતર પ્રયોગ સમગ્ર વિશ્વ અને તમામ સમાજો માટે ઉદાહરણ રૂપ બની રહ્યો છે. આ સમુહ લગ્નોત્‍સવ ઉપરાંત ઉચ્‍ચ શિક્ષણ, કન્‍યા કેળવણી, બિઝનેસ, ફેર, રોજગારી અનામત સાથે સમાનતા જેવી પ્રવૃતિઓ હાથ ધરીને સામાજિક વિકાસ માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે આ માટે સમગ્ર ગુજરાત રાજયમાં ગ્રામ્‍ય કક્ષા સુધી સમગ્ર સમાજનું સંગઠન મજબુત બનાવવામાં યુવાનોનું પણ મુખ્‍ય યોગદાન લેવામાં આવશે. તેમ જી.બી.પટેલ ગુજરાત પ્રદેશ મહાસચિવ, અખિલ ભારતીય કુર્મી ક્ષત્રીય મહાસભા, (નિવૃત સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ ઓફ કસ્‍ટમ એન્‍ડ એકસાઇઝ) મો.૯૭રપર ૯રપપ૧) અને એમ.એ.પટેલ રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ અખિલ ભારતીય કુર્મી મહાસભા (પૂર્વ કમિશ્નર, રૂરલ હાઉસીંગ બોર્ડ, ગુજરાત) (મો.૯૮રપ૦ ર૦ર૧૧) એ જણાવ્‍યુંછે.

(4:36 pm IST)