Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને રાહતઃ ૧ વર્ષ માટે રાજય બહાર જવા સેસન્સ કોર્ટ દ્વારા મંજુરી

રાજકોટ, તા., ર૩ : લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ ને અમદાવાદ સેશન્સ કોર્ટે રાહત આપી છે. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને ૧ વર્ષ માટે રાજ્ય બહાર જવા માટે મંજૂરી આપી છે.

પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સેશન્સ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ૧ વર્ષ માટે રાજ્ય બહાર જવાની મંજૂરી અપાઇ છે. હાર્દિકે સહકાર આપવાની બાંહેધરી આપી છે.

(3:29 pm IST)