Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

કાલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં જુબાની આપવા આવશે

સુરત, તા.ર૩: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરૂવારે સુરતમાં કોર્ટ કેસમાં જુબાની આપવા માટે આવી શકે છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે કેસ કર્યો હતો.  ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઇ ચુકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે.

શું હતી ઘટના?

ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને સ્વીકારતા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.એચ. કાપડિયાએ રાહુલ ગાંધીને સમન્સ જાહેર કર્યુ હતું. સુરત પશ્ચિમના ધારાસભ્યએ કરેલી ફરિયાદમાં તેમણે રાહુલ ગાંધી પર અયોગ્ય ટિપ્પણીના આરોપ મુકયો હતો.

(12:58 pm IST)