Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે રેલ્વેએ કરી મોટી જાહેરાત : હવે દૈનિક ટ્રેનો દોડાવાશે

ડો.આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી, કટરા અને અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનો હવે દૈનિક સેવાઓ સેવા મળશે

નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેર બાદ ભારતીય રેલ્વે ફરી એકવાર ટ્રેનોનું સંચાલન વધારી રહી છે. રેલ્વેએ ઘણી નવી ટ્રેનોનું સંચાલન શરૂ કર્યું છે અને કેટલીક ટ્રેનોનું આવર્તન પણ વધાર્યું છે. આવા સમયે ગુજરાતથી વૈષ્ણોદેવી જવા માંગતા યાત્રાળુઓ માટે રેલ્વે વિભાગ ખુશખબર લઈને આવ્યું છે.રેલ્વેએ ઘણી ટ્રેનોમાં વધારો કર્યો છે અને ટૂંક સમયમાં વધુ નવી ટ્રેનો દોડાવવાની યોજના છે. આ દરમિયાન રેલવેએ અમદાવાદથી નવી દિલ્હી અને આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી (કટરા) જતી ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો છે.

કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે આ વિશે માહિતી આપી છે. પિયુષ ગોયલ ટ્વિટર પર જણાવ્યું કે કોવિડના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવા સાથે ઘણી ટ્રેનોનું અંતર વધારવામાં આવ્યું છે. પિયુષ ગોયલે કહ્યું કે ઘણી ટ્રેનોનું આવર્તન વધાર્યું છે

પિયુષ ગોયલે માહિતી આપી છે, 'કોવિડના ઘટતા ચેપને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવાની સાથે સાથે હાલમાં ચલાવવામાં આવતી ટ્રેનોનું આવર્તન પણ વધારવામાં આવી રહ્યું છે. જેમાં ડો.આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી, કટરા અને અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનો હવે દૈનિક સેવાઓ પૂરી પાડશે.'

અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. 28 જૂનથી આ ટ્રેન દૈનિક દોડશે. આ સિવાય ડો.આંબેડકર નગરથી વૈષ્ણોદેવી જનારી ટ્રેન 1 જુલાઈથી રોજીંદી રીતે પાટા પર દોડશે. તમને જણાવી દઈએ કે હાલમાં આ ટ્રેનની સેવાઓ દૈનિક નથી. કેટલીક ટ્રેન અઠવાડિયાના અમુક જ દિવસોમાં ચાલે છે. હેવ બંને ટ્રેન દૈનિક થવાથી શ્રદ્ધાળુઓને લાભ મળશે. તેઓ અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી વૈષ્ણોદેવી સરળતાથી જઈ શકશે.

(12:47 pm IST)