Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

નર્મદા પોલીસની નિર્ભયા સ્કોડએ સરકારી સહાયથી વંચિત લોકોને સહાય અપાવી સફળ કામગીરી પાર પાડી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરીના સૂચનાથી પીએસઆઇ કે કે પાઠકના નેતૃત્વમાં કામ કરતી નિર્ભયા સ્કોડ સ્કૂલો કોલેજો બંધ હોવાથી એક નવું અભિયાન શરૂ કર્યું હતું જેમાં સરકારી લાભોથી વંચિત રહી ગયેલ વિધવા પેન્શન અને વૃદ્ધા પેન્શન લોકોને સહાય અપાવવા નિર્ભયા  મંગલમ નામના પ્રોજેકટ અંતર્ગત કામ કરી રહી છે જેના મહિલા પોલીસ ગામડે ગામડે જઇ ઘેર ઘેર સર્વે કરી સહાય અપાવા માટે જાતે ફોર્મ ભરી લોકોને મદદરૂપ થઈ રહ્યા છે.
હાલમાં દસ દિવસની અંદર જિલ્લા ખાતે ૧૯૮ વિધવા મહિલાઓના પેન્શન અને ૧૧૫ વૃદ્ધ મહિલા પુરુષોનું મળતા સરકારી લાભો (વૃદ્ધા પેન્શન ) શરૂ કરાવી નિર્ભયા મંગલમ પ્રોજેકટ અંતર્ગત ટૂંક સમયમાં નિર્ભયા સ્કોડ દ્વારા જિલ્લામાં વંચિત રહી ગયેલા વૃદ્ધ લોકોને મળવાપાત્ર સરકારી લાભો અપાવવા શરૂઆત કરતા આ સફળતા મળી છે અને હજુ આ કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે.

(10:12 pm IST)