Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ જાહેર: 15મી જુલાઈથી શરૂ

વેબસાઈટ પર પરિક્ષાનો કાર્યક્રમ જોઈ શકશે વિદ્યાર્થીઓ :28 જૂલાઈએ પરિક્ષા સમાપ્ત થશે

 

અમદાવાદ :કોરોનાને કારણે આ વર્ષે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરિક્ષા રદ કરવામાં આવી હતી પરંતુ રિપીટર વિદ્યાર્થીઓને પરિક્ષાની ચીંતા હતી. જે મામલે હવે શિક્ષણ બોર્ડ દ્વારા તેમની પરિક્ષાની તારીખને જાહેર કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જૂલાઈથી રાખવામાં આવી છે.

 15 જૂલાઈથી રિપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા શરૂ થશે અને આ પરિક્ષા 28 જૂલાઈ સુધી ચાલશે. રિપીટર વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી તેમની પરિક્ષાને લઈને મુંઝવણમાં હતા પરંતુ હવે તેમની મુંઝવણનો અંત આવી ગયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા વિગતવાર પરિક્ષાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. જેને વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ મેળવી શકશે.

www.gseb.org આ સાઈટ પર પરિક્ષાનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો છે. પરિક્ષા આવતા મહિને જૂલાઈની 15 તારીખે શરૂ થશે અને 28 તારીખે સમાપ્ત થશે. રિપીટર વિદ્યાર્થીઓની પરિક્ષાને લઈને સરકાર પણ ઘણી મુંઝવણમાં હતી. પરંતુ હવે વિદ્યાર્થીઓ તેમજ સરકારની મુંઝવણ દૂર થઈ ગઈ છે. કારણકે પરિક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

અગાઉ રિપીટર વિદ્યાર્થીઓની પરિક્ષા 1 જુલાઈથી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ દ્વારા પરિક્ષાની તારીખ થોડી પાછળ રાખી દેવામાં આવી છે. હાલ કોરોનાના કેસોમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જેથી 15 તારીખ સુધીમાં પરિસ્થિતી વધારે સારી હશે. માટે વિદ્યાર્થીઓની પરિક્ષામાં કોઈ તકલીફ પણ ઉભી નહી થાય.

(7:56 pm IST)