Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં નકલી દૂધ બનાવવાના કૌભાંડનો પર્દાફાશઃ કોર્પોરેશનની ટીમે માલ-સામાન જપ્‍ત કરી મકાન માલિક સામે ગુન્‍હો દાખલ કર્યો

પંચમહાલ: જીલ્લાના શહેરા નગરમાં આવેલી એક સોસાયટીના મકાનમાં ચાલતા નકલી દુધ બનાવાના કૌભાંડનો નગર પાલિકાની સેનેટરી ઇન્સ્પેકટરની ટીમે પર્દાફાશ કર્યો છે. જેમા બાતમીના આધારે છાપો મારીને નકલી દુધ બનાવાનો સામાન જપ્ત કરીને મકાન અને દુકાનને શીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમીર હોય કે ગરીબ દુધની જરૂરિયાત સૌના માટે ઊભી થાય છે. દુધને પૌષ્ટીક આહાર પણ કહેવામા આવે છે.  શહેરા નગરની જુની જીઇબી ઓફિસ પાસેની સોસાયટીના મકાનમા યુરિયાખાતર અને તેલ દ્રારા નકલી દૂધ બનાવાઇ રહ્યુ છે. આર્થિક લાભ ખાટવા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની બાતમી સેનેટરી ઇન્સ્પેકટર જીતેન્દ્ર રાઠોડને મળી હતી.

બાતમી મળ્યા બાદ જીતેન્દ્ર રાઠોડે ટીમને સાથે રાખીને મકાનમા રેડ પાડી હતી. જ્યા નકલી દુધ બનાવવાનો સામાન મળી આવ્યો હતો. આ નકલી દુધ બનાવનાર ઇસમ પોતે દુકાન પણ ધરાવે છે. જે ત્યા આ દૂધનો વેચાણ કરતો હતો. હાલ તો પાલિકા ટીમે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ દુકાન અને મકાનને સીલ કરી ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:10 pm IST)