Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

દમણમાં એક જ દિવસમાં 12 કેસ નોંધાતા ફફડાટ : કુલ આંકડો 40 થયા : દાનહમાં વધુ 3 કેસ સાથે કુલ કેસ 62

સંઘપ્રદેશ દમણના  આદ્યોગિક વિસ્તાર એવા ડાભેલમાં કોરોના પોઝિટિવના કેસો સતત વધી રહ્યા છે. પ્રશાસન દ્વારા ત્રણ દિવસ સુધી કંપનીઓ બંધ રાખવા છતાં પણ સોમવારે કોવિંડ 19ના વધુ 12 કેસો મળતાં કુલ આંકડો 40 ઉપર પહોંચ્યો છે. જોકે, શનિવારે કોવિંડ 19થી રીકવર થયેલી ચાર વર્ષની બાળકીને રજા આપતા હાલમાં 39 પોઝિટિવ એક્ટિવ કેસો રહ્યો છે જેમને મરવડની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. કોવિંડ 19ના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા અઢી માસ સુધી સમગ્ર દેશને લોકડાઉનની સ્થિતિમાં મુકી દીધું હતું.  નાનકડાં સંઘપ્રદેશમાં અત્યાર સુધીમાં કુલ 40 પોઝિટિવ કેસો નોંધાયા છે.

 સોમવારે માત્ર ડાભેલ વિસ્તારની અલગ અલગ ચાલી અને બિલ્ડિંગ કે જ્યા બહુધા પરપ્રાતિયો કામદારો વસવાટ કરે છે એવા વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. સોમવારે માત્ર ડાભેલ વિસ્તારમાંથી 12 કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પોઝિટિવ કેસના દર્દીઓ અગાઉ હાઇરિસ્ક કોન્ટેક્ટમાં આવ્યા હોવાથી તેઓ અગાઉથી જ ફેસેલિટી કોરોન્ટાઇનમાં હતા જેમાં બે દિવસ પૂર્વે સેમ્પલ લેવામાં આવ્યા હતા.

કંપની અને ચાલીમાંથી સંક્રમિત થયા.દમણમાં હાલમાં નોંધાયેલા કોવિંડ 19ના 40 કેસો પૈકી 90 ટકા કેસ ડાભેલના આટિયાવાડ અને ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી ચાલી અને બિલ્ડિંગમાંથી નીકળી રહ્યા છે. વાપી અને ડાભેલમાં આવેલી કંપનીમાં કામ કરતા શ્રમિક વર્ગ કોરોના પોઝિટિવની ઝપેટમાં આવી રહ્યા છે.

  ચાલીમાં 10 કર્મચારીથી કોરોના વધુ પ્રસર્યો.ડાભેલની કંપનીમાં કામ કરતા મોટાભાગના કામદારો ચાલીમાં ભાડાંની રૂમ રાખીને અથવા નાનકડી બિલ્ડિંગમાં સહપરિવાર સાથે રહે છે. ખાસ કરીને ચાલીની નાનકડી રૂમમાં 10થી વધુ કામદારો રહેતા હોય છે. આ કામદારો અલગ અલગ કંપનીમાં નોકરી કરતા હોય છે જેથી તેઓ કોણ અને કોના સંપર્કમાં આવે એ સાવધાની રખાતી ન હોય સંક્રમણ વધી રહ્યું છે. દાનહના સેલવાસમાં 2 અને ગલોન્ડા ગામે 1 પોઝિટિવ કેસની સાથે દાનહમાં કોરોના પોઝિટિવના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. સોમવારે સેલવાસમાં 2 અને ઉમરકુઇ ગલોન્ડાનો એક યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રદેશમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 62 થયા છે જેમાંથી 36 કેસો સક્રિય છે અને 26 કેસ રીકવર થઇ ગયા છે.આજે આવેલા પોઝિટિવ કેસમાં ટ્રાવેલ હીસ્ટ્રી નથી.પ્રદેશમાં 14 કન્ટેટમેન્ટ ઝોન છે. દાદરા પંચાયતમાં બે,નરોલી,સામરવરણી,રખોલી,ખરડપાડા પંચાયતમાં એક-એક અને સેલવાસ વિસ્તારમાં 8 વિસ્તારને કન્ટેટમેન્ટ ઝોન ડિક્લેર કર્યા છે.

(12:49 pm IST)