Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

અમદાવાદના હાટકેશ્વર નજીક છેડતી થતા યુવતીએ રણચંડીનું રૂપ ધારણ કરી કોલેજિયનોને પાઠ ભણાવ્યો

અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે છેડતીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલા આઈ શ્રી ખોડિયાર મંદિર નજીક એક યુવતીની છેડતી કરવામાં આવી છે. જો કે આ યુવતીએ લાચાર બનવાને બદલે રણચંડીને બનીને ત્રણેય યુવકોને જાહેરમાં પાઠ ભણાવ્યો હતો. ત્યાર બાદ છેડતી કરનારા યુવકોએ યુવતીને પગે લાગ્યા હતા.

ઘટના અંગે વિસ્તાર પૂર્વક વાત કરીએ તો ત્રણ કોલેજીયનોએ ઘોડાસરથી એક્ટિવા પર આવી રહેલી યુવતીનો બે કિલો મીટર સુધી પીછો કર્યો હતો. આ દરમિયાન ત્રણેય યુવકોએ યુવતીની છેડતી કરી હતી. જેને પગલે યુવતીએ આ ત્રણેય નબીરાઓને હાટકેશ્વરમાં આંતરીને થોડી ધોલ-ધપાટ કરી હતી. ત્યાર બાદ યુવતીએ આ મામલે પોલીસને જાણ કરવાની વાત કરતા સ્થાનિકોએ વચ્ચે પડી વિદ્યાર્થી તરીકેની કરિયરને ધ્યાનમાં રાખીને યુવતી પાસે માફી મગાવી હતી.

(5:52 pm IST)