Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વલસાડમાં નવા બનાવેલ રોડનું લેવલ ઊંચું થતા પાણી ભરવાની સમસ્યાથી લોકોમાં રોગચાળાનો ભય

વલસાડ:માં નવા બનેલા રોડનું લેવલ ફૂટપાથ કે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર કરતા ઉંચું થઇ ગયું છે. જેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ છે. આ પાણી વરસાદ બંધ પડયા પછી પણ નિકળતું ન હોય તેમાં ઉત્પન્ન થતાં જીવજંતુને લઇ રોગચાળો ફેલાવાનો ભય ફેલાયો છે.

વલસાડમાં ચોમાસા પહેલાં નગરપાલિકાએ રોડ બનાવ્યા હતા. નવા રોડ જૂના રોડની ઉપર જ બનાવાતા હાલ રોડનું લેવલ ખુબ ઉંચુ થઇ ગયું છે. આ રોડ ફૂટપાથ કરતા ઉંચા બની ગયા છે. આ સિવાય કેટલાક મકાનોના સ્તર કરતાં રોડ ઉંચા બનતાં હવે એપાર્ટમેન્ટ કે ફૂટપાથ અને રોડ વચ્ચે ખાડો પડી ગયો છે. ત્યાં પાણીનો ભરાવો થાય છે અને આ પાણી ઘેરાઇ રહે છે. જેમાં લીલ અને અનેક જીવ જંતુઓ ઉત્પન્ન થઇ રહ્યા છે. આ જંતુને લઇ શહેરમાં રોગચાળાનો ભય ફેલાઇ રહ્યો છે.

છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસ્યો નથી. આખો દિવસ તડકો પડી રહ્યો છે, પરંતુ રોડ અને મકાનના લેવલ વચ્ચેના ભાગમાં ભરાતું પાણી સુકાતું નથી. જેના કારણે આ પાણીમાં લીલ અને જીવજંતુઓ તેમ મચ્છરોના ઇંડા જોવા મળી રહ્યા છે. આ જીવજંતુ કે મચ્છરો રોગ ફેલાવવા માટે તૈયાર રહેતા હોય છે. જેની સામે પાલિકા યોગ્ય પગલાં ભરે તે જરૃરી છે.

(5:52 pm IST)