Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

બીલીમોરા નજીક પોલીસે બાતમીના આધારે હારજીતનો જુગાર રમતા 6 ઈસમોને ઝડપ્યા

બીલીમોરા: નજીકના ઉંડાચ ગામે બાતમી આધારે પોલીસે છાપો મારી તીનપત્તીનો જુગાર રમતા છ જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે દાવ પર લગાવેલા રોકડ રૃ. ૧૫ હજાર, મોબાઇલ ફોન, બે બાઇક મળીને કુલ રૃ. ૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ઉંડાચ ગામે આવેલા રાઘવ ફળિયામાં કાવેરી નદી કિનારે જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. ચોક્કસ બાતમીનાં આધારે બીલીમોરા પોલીસે બાતમીવાળી જગ્યા ઉપર અચાનક ધસી જઇને છાપો મારતા ભરત દિપકભાઇ રાઠોડ (રહે. હળપતિવાસ, ધકવાડા), નિકુંજ ભીખુભાઇ પટેલ (રહે. કાછલ ફળિયા, ઉંડાચ), પ્રવિણ રાજેશભાઇ મિશ્રા (રહે.  ગૌહરબાગ, બીલીમોરા), મિનેષ જીતેન્દ્રભાઇ દેસાઇ (રહે. જલારામ સોસાયટી, આંતલિયા), જનાર્દન ગિરજાશંકર તિવારી (રહે. આનંદનગર, રેલ્વે ફાટક સામે, વિજલપોર) અને રમેશ ડાહ્યાભાઇ પટેલ (રહે. વાણીયા તળાવ, વંકાલ) જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.

પોલીસે તીનપત્તીનાં દાવ પર મુકેલા રોકડા રૃ. ૧૫૦૦૫, જુદી જુદી કંપનીના ૬ નંગ મોબાઇલ ફોન, રૃ. ૨૦,૮૦૦ તેમજ રૃ. ૪૫૦૦૦ની કિંમતની બે બાઇક મળીને કુલ રૃ. ૮૦,૮૦૫નો મુદ્દામાલ કબજે કરી  ઉપરોક્ત ઝડપાયેલા જુગારીયાઓની ધરપકડ કરી હતી. આગળની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

(5:52 pm IST)