Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પોશીના તાલુકા નજીક જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે મોતને ભેટ્યા

પોશી:ના તાલુકાના દેમતીનવાઘરા રોડ ઉપર એક જીપ અને બાઈક ટકરાતા બે વ્યકિતના મોત થયા છે અને એક વ્યકિતને ઇજા પહોંચી હોવાની ફરીયાદો ખેરોજ પોલીસ સ્ટેશને થઈ છે.

 


ગોઝારા અકસ્માતમાં એકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો
દેમતીનવાઘરા ગામ પાસે એક જીપનો ચાલક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને જતા સામેથી આવતા બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર બેસેલા કિરણકુમાર નાથાભાઈ રાઠોડ (ઉ.વ.૨૩) તેમજ સાગરભાઈ ભાનુભાઈ સોલંકી (ઉ.વ.૧૮) ને ગંભીર ઇજાઓ થતા સ્થળ ઉપર મોત નિપજયાં હતા.
જ્યારે બાઈક પાછળ બેસેલ મુકેશભાઈ નાથાબાઈ જેઠાભાઈ રાઠોડે જીપ ચાલક સામે ફરીયાદો નોધાવતા ખેરોજ પી.એસ.આઈ ગમારે તપાસ હાથ ધરી છે.

(5:51 pm IST)