Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મેઘરજના કંભરોડામાં 13 વર્ષીય સગીરાને અડપલાં કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર નરાધમ વિરુદ્ધ ફરિયાદ

મેઘરજ: તાલુકા કંભરોડા ગામે ૧૩ વર્ષીય સગીરાને ગામના યુવકે અડપલુ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ મેઘરજ પોલીસ સ્ટેશને બે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ બે આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા છે. આ બંને આરોપીઓ સામે પોલીસે પોસ્કોની કલમ લગાવી હતી.

 


મેઘરજ તાલુકાના કંભરોડા ગામે ૧૩ વર્ષીય સગીરાના માતા પિતાએ બકરા ચરાવવા ગયા હતા જયારે સગીરના ઘર નજીક હેન્ડ પંપ હોવાથી સગીરા પાણી ભરવા ગઈ હતી તે સમયે આ ગામના હરેશ હરીભાઈ વિજપડા, લવજીભાઈ હીરાભાઈ વીજપડા બંને આરોપીએ માતા-પિતાનો એકલતાનો લાભ લઈ સગીરાની છેડતી કરી હતી. સગીરા બુમાબુમ કરી ફરાર થઇ ગઇ હતી અને ઘરે આ ઘટના અંગે તેના માતા પિતાને જાણ કરતાં સગીરાના પિતાએ મેઘરજ પોલીસ સ્ટેશને બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ. એચ.એસ. શર્માએ પોસ્કોની કલમ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને બંને આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.

(5:50 pm IST)