Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મહેસાણામાં યુવકને વિઝા અપાવવાની લાલચ આપી 4.72 લાખની ઠગાઈ આચરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ

મહેસાણા:માં યુવકને અમેરિકાના વિઝા અપાવવાની લાલચ આપી રૃ.૪.૭૨ લાખ ઠગાઈ આચરવામાં આવતા ચકચાર મચી છે. આ મામલે યુવકની ફરિયાદ આધારે આરોપી શખ્સ સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ  કેસના આરોપીની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 


મહેસાણાની સર્વ મંગલ સોસાયટીમાં રહેતા વિરેન વિનોદજી ઠાકોરે શહેરની જવાહર સોસાયટીમાં રહેતા મિલન બાપાલાલ બ્રહ્મભટ્ટ સામે ગુરુવારે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૭ના જાન્યુઆરી માસમાં અમેરિકાના વિઝા લેવા માટે વિરેન ઠાકોર આરોપીના સંપર્કમાં આવ્યા હતા અને આરોપીએ તેમને અમેરિકા સેટ કરી આપવાનું કહી રૃ.૪.૭૨ લાખ મેળવ્યા હતા.

જોકે ત્યારબાદ વારંવાર ઉઘરાણી કરવા છતાં અમેરિકા ન મોકલી કે પૈસા પરત ન આપતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા ગુરુવારે આરોપી સામે વિરેન ઠાકોરે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

(5:50 pm IST)