Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કણજરી ચોકડી નજીક પુરપાટ ઝડપે જતા ટેમ્પાની હડફેટે એક્ટિવા ચાલકને ગંભીર ઇજા

કણજરી:નજીકથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા અતુલ શક્તિ ટેમ્પી નંબર જીજે ૨૩ ઝેડ ૩૯૦૮ મા ચાલકે કણજરી ચોકડી પાસે આગળ જઈ રહેલા એક્ટિવા નંબર જીજે ૨૩ બીકે ૬૦૭૬ ને ટક્કર મારતાં એક્ટિવા ચાલક જયરામભાઈ જમીન પર પટકાયા હતાં. જેથી તેઓને માથાના ભાગમાં ઈજા થવાથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 

 


આ બનાવ અંગે કણજરીમાં રહેતા વિક્રમભાઈ કનુભાઈ પરમાર ની ફરિયાદને આધારે ચકલાસી પોલીસે ટેમ્પીચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
 

(5:49 pm IST)