Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ખેડા-અમદાવાદ હાઇવે પર કાર-બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યું મોત: ચાર ઈજાગ્રસ્ત

ખેડા:ખેડા - અમદાવાદ નેશનલ હાઈવે પર ગોબલજ નજીક કારે બાઈકને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત તેમજ ચારને ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે.મળતી માહિતી મુજબ ખેડા નજીક ગોબલજ પાસે કાર નં. એમએચ ૪૩ વી ૪૪૦૨ ના ચાલકે મોટરસાઈકલ નં જીજે ૦૧ એક્સઆર ૮૯૮૫ને ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતમાં મોટરસાઈકલ ચાલક રોહિતભાઈને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલ રાહુલ અને કારમાં સવાર ત્રણ મળી કુલ ચારને ઈજા થઈ છે. ખેડા પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

 

 

(5:49 pm IST)