Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વેરોક એન્જિનીયરિંગ લિ.નો આઈપીઓ ૨૬મીએ ખુલશે, ૨૮મીએ બંધ

(કેતન ખત્રી) અમદાવાદઃ વેરોક એન્જિનીયરિંગ લિમિટેડ (કંપની)એ ૨૬જુનના રોજ પ્રમોટર અને રોકાણકાર વિક્રેતા શેરધારકો (નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ) (ઓફર) દ્વારા વેચાણ માટે ઓફર (ઓએફએસ) મારફતે ૨૦,૨૨૧,૭૩૦ ઈકિવટી શેરનો આઈપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. ઓફરમાં (૧)શ્રી તરંગ જૈન (પ્રમોટર વિક્રેતા શેરધારક)ના ૧,૭૫,૨૫૬૦ ઈકિવટી શેર, (૨) ઓમેગા ટીસી હોલ્ડિંગ્સ પીટીઈ લિમિટેડ (રોકાણકાર વિકેતા શેરધારક)ના ૧૬,૯૧૭,૧૩૦ ઈકિવટી શેર અને (૩) ટાટા કેપિટલ ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ (રોકાણકાર વિકેતા શેરધાર છે)ના ૧,૫૫૨,૦૪૦ ઈકિવટી શેર સામેલ છે. ઓકસ પ્રાઈઝ પર શેરદીઠ રૂ.૪૮ના ડિસ્કાઉન્ટ પર લાયક કર્મચારી (એમ્પ્લીંગ ડિસ્કાઉન્ટ)ના સબસ્ક્રિપ્શન માટે ૧૦૦૦,૦૦૦ ઈકિવટી શેરનું રિઝર્વેશન પણ સામેલ છે. કર્મચારીઓના રિઝર્વેશન સિવાયની ઓફરનો હિસ્સો ''ચોખ્ખી ઓફર'' છે અને આ પ્રકારની ચોખ્ખી ઓફર ૨૦,૧૨૧, ૭૩૦ ઈકિવટીશેર સામેલ છે.

કંપનીની પોસ્ટ- ઓફર પેઈડ-અપ ઈકિવટી શેર મૂડીમા઼ ઓફર અને ચોખ્ખી ઓફર અનુક્રમે ૧૫ટકા અને ૧૪.૯૩ ટકા હિસ્સો ધરાવશે. બિડા ઓફર ૨૮ જુન ૨૦૧૮ના રોજ બંધ થશે. કંપની અને વિક્રેતા શેરધારકો જીબીઆરએલએમ અને બીઆરએલએમ સાથે ચર્ચા કરીને સેબી-આઈસીડીઆર નિયમનોને અનુરૂપ એન્કર રોકાણકારોની સહભાગીદારીનો વિચાર કરી શકે છે. એન્કર ઈન્વેસ્ટરને બિડ કરવાની તારીખ બિગઓફર ખુલવાની તારીખથી એક ચાલુ દિવસ રહેશે. ઓફરની પ્રાઈઝબેન્ડ ઈકિવટી શેર દીઠ રૂ.૯૬૫થી રૂ.૯૬૭ છે. બિડ લઘુતમ ૧૫ ઈકિવટી શેરનાં ગુણાંકન અને પછી ૧૫ ઈકિવટી શેરનાં ગુણાંકમાં કરવાની રહેશે.(૩૦.૫)

(2:17 pm IST)