Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મેસેન્જર ઓન સાયકલ્સઃ અમદાવાદ ૧૨ કિ.મી.સાયકલ સવારી દ્વારા બધિરાંધતાં માટે જાગૃતતા ઉભી કરે છે

(કેતન ખત્રી) અમદાવાદઃ ૨૫૦થી વધુ અમદાવાદીઓ બધિરાંધ લોકો માટે સમગ્ર ભારતમાં જાગૃતતા ફેલાવવા અને તેમના માટે સમાન સમાવેશ લાવવા ૧૨કીમીની સાયકલ સાવરી કરશે. આ સાયકલ સવારો સાયકલ પાર સવાર સંદેશ વાહકો બનીને અન્ય વિકલાંગ સાથી સાયકલ સવારો ૨૨ રાજયોના ૭૭,૫૦૦થી પણ વધુ બધિરાંધ લોકો માટે ઉજ્વળ ભવિષ્યનો આધાર બનશે.

છેલ્લા ત્રણ વર્ષથી, સેન્સ ઈન્ડિયા બધિરાંધ લોકો માટે સંવેદનશીલતા અને જાગરૂકતા ફેલાવવા આ અભિયાનનું આયોજન કરી રહ્યું છે જેમાં બધિરાંધ લોકોના શિક્ષણ અને આરોગ્યનું મહત્વ સમજાવવા માટેનો સંદેશો આપવા આ વિકલાંગ લોકો અને અન્ય લોકોને આ સમાન સાયકિલંગ પ્લેટફોર્મ પર એકસાથે લાવવામાં આવે છે. આ વર્ષે, સાયકલ સવારી સાથે, ભૂમિગત પ્રવૃત્તિઓ અને બાળકો તેમજ પુખ્ત વયના લોકો માટે લાઈ. સાઈઝ સાપ-સીડી, બોલીવુડ ઝુમ્બા જેવી અન્ય પ્રવૃત્તિ અને રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.(૩૦.૫)

(2:17 pm IST)